હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
રાજ્ય સરકાર દ્વારા વહીવટ તંત્રને વધુ અસરકારક, જવાબદાર તથા પારદર્શી બનાવવાના હેતુથી દર મહીને જિલ્લામાં કલેકટરના અધ્યક્ષપદે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળે છે. આ સમિતિમાં જિલ્લાની આમ જનતાને સ્પેર્શતા સ્થાાનિક પ્રશ્નો તથા ફરિયાદોના નિકાલની ચર્ચા સંબંધિત જિલ્લા અધિકારીઓ તથા જિલ્લાના લોક પ્રતિનિધિઓની હાજરીમાં થાય છે અને નિરાકરણ લાવવામાં આવે છે.
જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ચાર્જ કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી, સભાખંડ ખાતે મળી હતી.
