હિન્દ ન્યુઝ, વડોદરા
ભારત સરકારના આયુષ મંત્રાલય તથા નિયામક, આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના નિદર્શનમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -૨૦૨૪ની ઉજવણી “Ayurveda Innovation for Global Health” (વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા) થીમ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મશાલ રેલી અને ધન્વન્તરી પૂજન અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી આયુષનો પ્રચાર જનસંદેશ,જનભાગીદારી તથા જનઆંદોલન દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચે તેને માટે સમગ્ર ટીમ આયુષ દ્વારા સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.