હિન્દ ન્યુઝ, સુરત
ભારત સરકારના સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગ ના ઉપાધ્યક્ષ શ્રીમતિ અંજના પંવાર રાજકોટના પ્રવાસે આવ્યા હતા. તેમણે જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ મહાનગર તેમજ જિલ્લાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, સફાઈ કર્મચારી યુનિયનો, સંગઠનો, રાજકીય-સામાજિક અગ્રણીઓ, સફાઈ કર્મચારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી.
સફાઈ કર્મચારીઓનું રાષ્ટ્રીય આયોગ તમામ રાજ્યોમાં જઈને સફાઈ કર્મચારીઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક પુનઃવસન તેમજ કલ્યાણની સ્થિતિની સમીક્ષા કરે છે. સમાજના છેવાડાના ગણાતા લોકોને મુખ્ય ધારામાં જોડવાના હેતુથી અધ્યયન કરીને સરકારી તંત્રને પગલાં લેવા નિર્દેશ કરે છે.
દરેક સફાઈ કર્મચારીઓનું વર્ષમાં બે વાર આખા શરીરનું મેડિકલ ચેક અપ કરવા, કાયમી તથા કોન્ટ્રાક્ટ પરના તમામ સફાઈ કર્મચારીઓને ઓળખપત્ર આપવા, ઓળખપત્રમાં બ્લડ ગૃપ, પી.એફ., ઈ.એસ.આઇ.સી. નંબર લખવા, યુનિફોર્મ – રેઇન કોટ – સ્વેટર – શૂઝ નિયમિત આપવા, મહિનાના પહેલા સપ્તાહમાં સેલરી જમા કરવા, પડતર પેન્શન કેસોનો નીતિ મુજબ નિકાલ કરવા, મેડિકલ – સારવાર માટે ઉચિત સુવિધા આપવા ઉપાયો સૂચવી નિર્દેશ આપ્યા હતા.