નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ

 હિન્દ ન્યુઝ, સુરત

     વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ અને ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસર પર સુરત જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધીની જિલ્લાના વિવિધ વિભાગોમાં કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીસર્વ પિયુષ પટેલ, ગજેન્દ્ર પટેલ, ડી.એમ.મહાકાલ અન્ય ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.

           દેશની એકતા અને સાંસ્કૃતિક વિવિધતાનો સન્માન કરવાના આહવાન સાથે પ્રત્યેક નાગરિકે દેશના વિકાસમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી છે. દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવનાની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ લીધી હતી.

               વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. સુરતના સૌ નાગરિકો તેનો લાભ લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.

Related posts

Leave a Comment