બાકરોલ, જી એચ. પટેલ એન્જિનિયરિંગ કોલેજ ખાતે બાલિકા દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ ધ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે  જાગૃતિકરણ અર્થે બાકરોલ, જી એચ. પટેલ એન્જિનિયરિંગ કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલ દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે દિકરા અને દિકરીઓના સામાજીકરણમાં થતી વિવિધતા બાબતે તથા સ્ત્રીઓને જીવનના આવતા વિવિધ સંઘર્ષોને પહોંચી વળવા બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લાના મિશન કોઓર્ડીનેટર બકુલભાઈ શાહ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અને વહાલી દીકરી યોજનાની માહિતી, મહિલા અને બાળ અધિકારીની કચેરીના  ફાલ્ગુનીબેને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર, આણંદના કાઉન્‍સેલર શબનમબેન દ્વારા પ્રિ-મેરેજ અને પોસ્ટ મેરેજ અંગે વિસ્તૃત માહિતી જ્યારે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈનના કાઉન્‍સેલર બિજલબેન દ્વારા ૧૮૧ અભયમ હેલ્પલાઈનની વિસ્તૃત માહિતી આપી હતી.

આ તકે  કાર્યક્રમના અંતમાં પ્રતિકાર ફિલ્મ બતાવવામાં આવી હતી.

પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. કૌશિક નાથ દ્વારા પ્રસંગિક ઉદબોદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment