રાજકોટ શહેર ડુપ્લિકેટ પત્રકાર બની વેપારીને બે નંબરી ધંધા કરતા હોવાનું કહી રૂ.૩ લાખની માગણી

રાજકોટ,

 

રાજકોટ શહેર સંત કબીર રોડ આવેલી શિવ પેલેસ-૨ની સામે આવકાર ફલાવર નામની દુકાન ધરાવતા જયંતીભાઇ ભુરાભાઇ ધરજીયા નામના ૬૫ વર્ષના વૃધ્ધની દુકાને પત્રકારના સ્વાંગમાં આવેલી મહિલાએ બે નંબરી ધંધા કરતા હોવાનું અને ગોડાઉનમાં બે Uટ્રક માલ હોવાનું જણાવી કોર્પોરેશનના અધિકારી સુધી વાત ન પહોચાડી સેટલ મેન્ટ કરવાના બહાને વૃધ્ધને ગોડાઉન ખાતે લઇ જઇ રૂા.૩ લાખની માગણી કર્યા અંગેની બી.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સંત કબીર રોડ પરના પ્લાસ્ટીકના વેપારીને ભય બતાવી તોડ કરવા આવેલા બોગસ પત્રકાર દંપત્તી હેરાન કરતા હોવાની જંયતીભાઇ ધરજીયાએ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી સાથે મોબાઇલમાં વાત કરી જાણ કરતા બોગસ પત્રકારને નવાગામ ગોડાઉનથી તેમની દુકાને બોલાવી રૂા.૩ લાખ આપવાની તૈયારી બતાવવા સમજ આપી સંત કબીર રોડ પરની આવકાર ફલાવર નામની દુકાને બી.ડિવિઝન પોલીસ મથકના P.S.I એચ.બી.વડાવીયાને મોકલી બોગસ પત્રકાર દંપત્તીને સપડાવવામાં મદદ કરી છે. પોલીસે પત્રકારના સ્વાંગમાં રહેલા દંપત્તીની સ્થળ પર જ આકરી પૂછપરછ કરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment