હિન્દ ન્યુઝ, જામનગર
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૪-૨૫ માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવાની થાય છે.રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૨૪-૨૫ માટે આઈ-ખેડુત પોર્ટલ તારીખ ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી દિન-૭ માટે ખેડુતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડુત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Advt.