રાજકોટના કુવાડવા-બેટી રામપરમાં ખનિજ ચોરી અને દારૂનું કટીંગ કરતા શખ્સોએ પ્રૌઢ પર કર્યો ખૂની હુમલો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કુવાડવા-બેટી રામપર ગામે રહેતા જીવાભાઇ સિંધાભાઇ સુસરા નામના ૫૫ વર્ષના ભરવાડ પ્રૌઢ ગઇકાલે સવારે કુવાડવા G.I.D.C માં દુધ આપવા ગયા હતા. ત્યારે તેના જ ગામના વિજય અરજણ મકવાણા, સાગર ડવ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ કાર ભટકાડી તલવાર, ધારિયા, પાઇપ અને ધોકાથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જીવાભાઇ સુસરા મુળ કુચીયાદળના વતની છે. અને તેઓ છેલ્લા ૬૦ વર્ષની બેટી રામપર ગામે પોતાના વાડામાં ઢોર રાખી દુધનો વ્યવસાય કરે છે. તેઓના કબ્જામાં રહેલો વાળો વિજય મકવાણાને પડાવી લેવો હોવાથી છેલ્લા કેટલાક સમયથી ધમપછાડા કરી રહ્યો હોવાના જીવાભાઇ મકવાણાના પુત્ર લાલાએ આક્ષેપ કર્યો છે. ગઇકાલે જીવાભાઇ સુસરા કુવાડવા G.I.D.C માં દુધ આપવા ગયા ત્યારે બે અલગ-અલગ કારમાં આવેલા વિજય મકવાણા, સાગર ડવ અને બે અજાણ્યા શખ્સોએ કાર ભટકાડતા તેઓ પડી જતા તેના પર ચારેય શખ્સોએ તલવાર, ધારિયા, પાઇપ અને ધોકાથી હુમલો કરી એક કાર લઇ ભાગી ગયા હતા. ખૂની હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment