હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ)
તા.૦૯-૧૦-૨૦૨૨ નાં રોજ કાલાવડ તાલુકાના નિકાવા ગામે મુસ્લિમ સમાજ ના “ઈદે મિલાદુન્નબી” તહેવાર ની ખુબ જ જોર-શોર થી ઉજવણી કરવામાં આવી. ઈદ-એ-મિલાદ-ઉન-નબી એ વિશ્વભરમાં મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. પર્વ સંધ્યાએ સાંજ થી નિકાવા જુમ્મા મસ્જિદ શણગારવામાં આવી હતી તેમજ મસ્જિદ-એ-ખારીજ (મસ્જિદ ના ફળિયા માં) 10×10 ફૂટ ની અલગ -અલગ ફૂલોની પાંદડી ઓ વડે “ઈદે મિલાદ” લખેલ આકર્ષક કારીગરી થી ફળિયુ શણગારવામાં આવ્યું. વહેલી સવારે ઉજવણી ચાલુ થઈ ગયી હતી. મુસ્લિમ બહેનો દ્વારા જમાતખાને વહેલી સવારે ઇસ્લામિક પઢાઈ (કુરાન શરીફ, યાસીન શરીફ વગેરે પઢવુ) તેમજ જુમ્મા મસ્જિદ નિકાવા માં ૦૪:૩૦ થી ૦૫:૩૦ મિલાદ, ત્યાર બાદ ફજર નમાઝ, ત્યાર બાદ સવારે ૦૯:૩૦ થી જુલુસ નું આયોજન કરવામાં આવ્યું.

દર વર્ષ ની જેમ નકકી કરેલ રૂટ મુજબ જુમ્મા મસ્જિદ નિકાવા થી જુલુસ નીકળી, નિકાવા મૈન બજાર, નંદીગ્રામ ચોક, બસસ્ટેન્ડ થી હુસેની ચોક માં જુલુસ નો હોલ્ડ કરવામાં આવ્યો. ત્યાં મુસ્લિમ સમાજ ની અલગ અલગ ઘણી કમિટી અને મુસ્લિમ બિરાદરો એ ત્યાં બધા લોકો માટે “નાસ્તા-પાણી, સરબત વગેરે ન્યાજ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાર બાદ ત્યાંથી જુલુસ ફરી જુમ્મા મસ્જિદ નિકાવા એ પોચી ને પૂરું કરવામાં આવ્યું.
આ જુલુસમાં નિકાવા ગામ ના મુસ્લિમ આગેવાનો, યુવાનો તેમજ આજુબાજુ ના ગામથી પણ બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

રિપોર્ટ : ઝુબેર ડોઢીયા, નિકાવા


