દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર નો વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા એમ કે દેસાઈ ની બદલી થતા પ્રાંત કચેરી ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો. દિયોદર પ્રાંત કચેરી ખાતે છેલ્લા ત્રણ વર્ષ થી ફરજ બજાવતા હતા. જેમાં ફરજ દરમિયાન તેમની કામગીરી સ્ટાફે બિરદાવી હતી જેમાં વિવિધ અધિકારીઓ એ પ્રાંત અધિકારી ને મોમેન્ટ આપી સન્માન કરી બિરદાવામાં આવ્યા હતા જેમાં દિયોદર મામલતદાર એમ એમ દેસાઈ,તાલુકા વિકાસ અધિકારી બી કે શ્રીમાળી, નાયબ પુરવઠા મામલતદાર અને પ્રાંત કચેરી સ્ટાફ, મામલતદાર સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : કનુભાઈ જોષી, દિયોદર

Related posts

Leave a Comment