રમઝાન ઇદ ના અનુસંધાને ઝાલોદ મુસલમાન ઘાંચી પંચ દ્વારા સમાજ ને નમ્ર અપીલ

ઝાલોદ,

દેશ આખા માં કોરોના મહામારી ચાલી રહી છે અને લોકડાઉન નો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે અને સરકારના સૂચન મુજબ કોઈ પણ પ્રકાર ના ધાર્મિક કાર્યક્રમો પર પણ પાબંદી લગાવેલી છે. મુસ્લિમો નો પવિત્ર રમઝાન માસ હવે પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે ઇદ ને અનુલક્ષી ને ઝાલોદ મુસલમાન ઘાંચી સમાજ પંચ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ વખતે ઇદુલ ફિત્ર ની નમાઝ ઇદગાહ માં ભેગા મળી પઢી શકાય તેમ ના હોય બધા લોકો પોત પોતા ને ઘરે જ રહી નમાઝ અદા કરે. જેવી રીતે લોકડાઉન જાહેર થયુ ત્યાર પછી થી આજ દિન સુધી જે રીતે તેનું પાલન કરીએ છે. જે રીતે રમઝાન જેવા પવિત્ર માસ માં પણ ઘરે જ રહી નમાઝ , રોઝા, તરાવીહ જેવી ઈબાદતો ઘરે જ રહી ને પાબંદી સાથે ખૂબ સારી રીતે વિતાવેલ છે ત્યારે ઇદુલ ફિત્ર ની નમાઝ પણ આપણે ઘરો માં જ રહી ને અદા કરવી તેવી અપીલ કરી છે.
ઇદ ના દિવસે દરેક વ્યક્તિઓ પોતાના સગા સબંધી તથા મિત્રો ની જમવાના પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે ત્યારે હાલ ના સમય માં એકી સાથે ભીડ ન થાય અને સોશ્યલ ડિશટેનશીંગ જળવાય તેમજ સરકાર દ્વારા બહાર પાડેલ સુચનાનું ખાસ ધ્યાન રાખી કોઈ પણ જાત ના રિતી રિવાજ કે એક બીજાને મળવાનું ટાળી બાળકો તથા તમામ એ બજાર માં ખરીદી કરવાનું કે ફરવાનું ટાળવું તેમજ ભીડભાડ કરવી નહીં તેવી અપીલ કરવામાં આવે છે.
આમ જે રીતે લોકડાઉન નું ચુસ્ત પાલન કરી રમઝાન જેવા પવિત્ર માસ માં પણ નમાઝ , તરાવીહ વગેરે મસ્જિદોમા અદા કરવાનું ત્યજી દેતા હોય અને આપણાં ઘરો માં સાદગી સાથે અદા કરી શકતા હોય ત્યારે ઈદ ની ખુશીઓ ની પણ કુરબાની આપીએ અને અલ્લાહ થી દુઆ કરીએ કે સમાજ , દેશ અને દુનિયા પર આવેલા આ કોરોના ના સંકટ માંથી મુક્તિ આપે અને દેશ ના તમામ ભાઈઓ તથા બહેનો માટે ભલાઈ માટે દુઆ કરવી.

રિપોર્ટર : ઇફતેહખાન ફકીરા, ઝાલોદ

Related posts

Leave a Comment