રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં જણાવાયું છે કે આવશ્યક ચીજ વસ્તુઓ અથવા સેવા સાથે સંકળાયેલા દુકાનોને ઓડ ઇવનની જોગવાઈ લાગુ પડશે નહિ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાનો તથા હાઇવે ઉપરના પેટ્રોલપંપો સમયના કોઈ પણ બાધ વગર ખુલ્લા રાખી શકાશે. ઉદ્યોગો તથા પેટ્રોલપંપ સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. દૂધ એકત્રીકરણ અને સંલગ્ન ડેરીને લગતી કામગીરી સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. વધુમાં જાહેરનામું જણાવાયું છે કે આંતર જિલ્લા અવર-જવર માટે જિલ્લાની ચેકપોસ્ટ ખાતે જિલ્લામાં આવતા લોકોએ આરોગ્ય ચકાસણી કરાવવાની રહેશે. પોતાના હાલના જિલ્લા અને રાજકોટ જિલ્લાના સરનામાં, મોબાઈલ નંબર વગેરે વિગતો આપવાની રહેશે. તે સંબંધે પુરાવા રજુ કરવાના રહેશે. જો કોઈ વ્યક્તિ કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતી જણાશે તો તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલાઈઝ કરવામાં આવશે. તથા આગળની મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહી. બહારના રાજ્યોમાંથી રાજકોટ જિલ્લામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા લોકોને સક્ષમ આરોગ્ય અધિકારીનું કોવિડ-૧૯ ફ્રી હોવાનું મુસાફરી શરૂ કર્યા તુરંત પહેલાનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે. અન્ય રાજ્યમાંથી રાજકોટ જિલ્લામાં આવતા તમામ લોકોએ ૧૪ દિવસ હોમ ક્વોરોન્ટાઇન થવાનું રહેશે નહીં.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment