બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે રાધિકા વ્યાસ પોતાની ફરજ પર જોડાયા

હિન્દ ન્યુઝ, બોટાદ

          માહિતી પ્રસારણ વિભાગ દ્વારા તાજેતરમાં વર્ગ – ૧ અને વર્ગ – ૨ ની સીધી ભરતીમાં વર્ગ – ૨ મા ઉતીર્ણ થતાં બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે રાધિકા વ્યાસ પોતાની ફરજ પર જોડાયા હતા. આ ખુશીના માહોલ વચ્ચે અધિકારીએ પોતાનો પરિચય આપી કચેરી વિશે સહજ માહિતી તેમજ એકબીજાના કામગીરી વિશે જાણકારી મેળવી હતી. વધુમાં જણાવ્યું હતું કે હુ આપની સાથે એક પરીવાર તરીકે તેમજ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવીશ તેમ જણાવ્યું હતું. આ શુભ અવસર પર કચેરીના તમામ કર્મચારીઓ હર્ષની લાગણી અનુભવ્યા હતા અને વર્ગ -૨ ની સીધી ભરતીમાં પાસ થવા બદલ અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ હૃદય પૂર્વક તેઓનું માન – સન્માન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચેરીના કર્મચારીશ્રીઓમાં સીની.ક્લાર્ક ભરત દેત્રોજા, ફોટોગ્રાફર અમિત મહેતા સહિતના કર્મચારી સર્વ શુકન કણઝરીયા, હરેશ મહેતા, નરેશ પટગીર, ડી.એમ.વડદરિયા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment