જસદણ પેન્શનર મંડળની સામાન્ય સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, જસદણ

આજ રોજ ગુજરાત પેન્શનર સમાજ અને રાજકોટ જિલ્લા સાથે સંલગ્ન જસદણ તાલુકા પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજની સામન્ય સભા જસદણ ખાતે મળેલ જેમાં જિલ્લા માંથી પધારેલ હોદેદારો દ્વારા પેન્સનરોને લાગતા વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સમાન્ય સભાની અંદર ખુબજ મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતાં તેમજ કરક્રમના અંતમાં સૌએ સાથે મળી ભોજન લઇને કાર્યક્રમ પૂર્ણ કરેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે જસદણ પેન્શનર મંડળના આગેવાનોએ જહેમત ઊઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જસદણ પેન્શનર મંડળ પ્રમુખ દેવશંકરભાઈ ચાંવ દ્વારા કરવામાં આવ્યુ હતું

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment