ભાવનગ૨ જિલ્લાના મહિલા સહકારી અગ્રણી ભાવનાબેન જે.જાડેજા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ.અમદાવાદના ડાયરેકટર ત૨ીકે સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર

             ધી ગુજરાત સ્ટેટ કોઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ. અમદાવાદની ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની ચુંટણી નિયમ ૧૯૮૨ ના નિયમ -૧૬ અને પેટાનિયમ ૨૦–૧–૬ મુજબ વિભાગ ઝોન-૨ (જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને ભાવનગર) ના મતદાર મંડળમાંથી ભાવનગર જિલ્લાના મહિલા પ્રતિષ્ઠિત સહકારી આગેવાન ભાવનાબેન જે.જાડેજાએ ઉમેદવારી નોંધાવી હતી જે ચુંટણીના ચુંટણી અધિકારી જે.બી.દેસાઈ સીટી ડેપ્યુટી કલેકટર (પશ્ચિમ અમદાવાદ) એ ભાવનાબેન જે.જાડેજાને ધી ગુજ ૨ાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ., અમદાવાદના બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે બિન હરીફ ચુંટાયેલા જાહેર કર્યા હતાં. સમગ્ર ગુજરાત રાજયની સહકારી સંસ્થાઓમાં અને ચુંટાયેલા જે તે ડાયરેકટ૨ઓ અને કાર્યવાહકો ત૨ફથી સદ્ભાવ પૂર્ણ હાર્દિક શુભેચ્છાઓ, ધન્યવાદ, અભિનંદન અને આર્શીવાદ સાથે સમગ્ર જિલ્લામાં હર્ષ ઉલ્લાસ વ્યાપી રહયો છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી,

Related posts

Leave a Comment