દક્ષિણ ગુજરાત વિભાગ મુલતાની પીંજારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યૂઝ માંગરોળ (સુરત)

          દક્ષિણ ગુજરાત વિભાગ મુલતાની પીંજારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચ સાવલી ટીમ અને સાયણ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં સાવલી ટીમ ચેમ્પિયન બની છે. જ્યારે સાયણ ટીમ રનર્સઅપ બની છે. માંગરોળ તાલુકાનાં ઝંખવાવ સહિત દક્ષિણ ગુજરાતમાંથી 12 જેટલી સમાજની ટીમોએ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આગાઉ બે વખત ચેમ્પિયન બની ચુકેલી સાયણ ટીમ આ વર્ષે રનર્સઅપ બની છે. આ ટુર્નામેન્ટનું આયોજન તોશિફભાઈ અને મુસાભાઈએ કર્યું હતું. ફાઇનલ મેચ બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજનાં પ્રમુખ ઉવેશભાઈ, ઉપપ્રમુખ અકબરભાઈ, ખજાનચી ઈકબાલભાઇ તથા ઝંખવાવનાં મુસ્તાકભાઈ મુલતાની પીંજારા સહિત સમાજનાં આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment