માંગરોળ તાલુકાની પીપોદરા GIDC માં રૂ બનાવતી આલ્ફા ફાઇબર કંપનીમાં લાગેલી ભીષણ આગ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

માંગરોળ તાલુકાની પીપોદરા GIDC માં રૂ બનાવતી આલ્ફા ફાઇબર નામની કંપનીમાં લાગેલી ભીષણ આગથી કંપનીને લાખ્ખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. આ આગ સોર્ટ સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બનાવની જાણ કીમ, કડોદરા ખાતેનાં ફાયર વિભાગને કરવામાં આવતાં, ફાયર ફાઈટરોની ટીમો ઘટનાં સ્થળે આવી, ભારે જહેમતબાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી નજીકના વિસ્તારોમાં એક તબક્કે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગને પગલે કોઈ જાનહાની થઈ નથી, જેથી વહીવટીતંત્ર એ રાહતનો દમ લીધો છે. પણ ફેક્ટરીની મશીનરીઓ, માલ બળીને ખાખ થઈ જવા પામ્યો છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment