માણાવદર શહેર ખાતે બહેનો માટે નેઇલ આર્ટિસ્ટ સેમિનારનું સફળતા પૂર્વક સંપન્ન

હિન્દ ન્યૂઝ, માણાવદર

જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર મહાદેવીયા રોડ, પટેલ ચોક ખાતે આજ રોજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેઇલ આર્ટિસ્ટના સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ નેઇલ આર્ટિસ્ટમાં રાજકોટથી પધારેલ જસ્મીન રાઓલ દ્વારા બહેનોને નેઇલ આર્ટ શીખવાડવામાં આવેલ તેમજ માણાવદર શહેરના ઘણા બધા વિદ્યાર્થી બહેનોએ પણ આ નેઇલ આર્ટ શીખવાનો લાભ લીધો હતો તેમજ આ સેમિનારમાં અન્ય શહેરમાંથી પધારેલ આર્ટિસટો દ્વારા જણાવેલ કે બહેનો તેમજ વિદ્યાર્થીઓને નેઇલ આર્ટ શીખવાની ધગસ જોઈ ભવિષ્યમાં અહીં માણાવદર માં નેઇલ આર્ટ શરૂ કરશે તેવું જણાવેલ હતું. આ સેમિનારમાં આવનાર તમામ બહેનો, વિદ્યાર્થીઓએ કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરેલું હતું.

અહેવાલ : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment