વેરાવળ
વેરાવળ કોળી સમાજ ના યુવા નેતા અને કોંગ્રેસ પાર્ટી ના વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રવીણ ભાઈ ગઢિયા (પ્રેમ) નો આજે જન્મદિવસ છે. પ્રવીણ ભાઈએ ખૂબ ઓછાં સમય મા પોતાની સક્રિયતા અને સુંદર કામગીરી થી બહુચર્ચિત અને લોકપ્રિય થયેલા યુવા આગેવાન તેમજ પ્રવીણ ભાઈ જાહેરજીવન મા પ્રજાલક્ષી સેવા નું કાર્ય કરતા લોકો ને પાયાની સુવિધા આપવા તન મન ઘન થી મહેનત કરતા લોકપ્રિય થયા છે .પ્રવીણ ભાઈ ગઢિયા હાલ ગીર સોમનાથ જીલ્લા સોશીઅલ મીડિયા મા પણ મહત્વની ભૂમિકા ભજવે છે હાલ મા જ તેઓની કામગીરી થી ખુશ થય ને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્રારા મોરબી અને દ્વારકા સોશિયલ મીડિયા ના પ્રભારી બનાવાયા છે. પ્રવીણ ભાઈ આજે સોમનાથ મંદિર ખાતે સાધુ સંતો તેમજ માધ્યમ વર્ગ ના લોકો ને અને ટોલનાકે નીરાધાર નો આશ્રમ અને મંદ બુદ્ધિ ના બાળકો ને ભોજન આપી ને જન્મદિવસ ની ઉજવણી કરશે. પ્રવીણ ભાઈ ને સોશિયલ મીડિયા મા શુભેચ્છાનો ધોધ મળી રહ્યો છે.
રિપોર્ટર : મો. સઈદ મહિદા, ગીર સોમનાથ