હિન્દ ન્યુઝ, લાખણી
બનાસકાંઠાના લાખણી થી ચાર મહિના અગાઉ બોલેરો કેમ્પર ગાંડી ની ચોરી થઈ હતી ત્યારે આગથળા પોલીસ દ્વારા તપાસ ચાલુ રાખતાં ચાર મહિના અગાઉ ચોરી થયેલ ગાડીનો ભેદ ઉકેલ્યો હતો. જેસલમેર જિલ્લાનાં સમ ગામમાંથી ચોરી થયેલ બોલેરો ગાડી કબ્જે કરી સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. આરોપી બીરબલરામ ભારમલરામ વિશ્નોઈ રહે. બામરલા તા.સેડુવા જી.બાડમેર (રાજસ્થાન) પુછ પરછ કરતા કબુલાત કરી હતી.
બોલેરો કેમ્પર પોતે ચોરી કરી જેસલમેર નાં સમ ગામનાં રહીશખાન ને વેચી નાખતા સ્થાનીક પોલીસ ને સાથે લઇ તપાસ કરતાં રહીશખાન નાં ઘરે થી ગાડી મળી આવતાં બોલેરો મળી કુલ મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપી બીરબલરામ ભારમલરામ વિશ્નોઈ. જશવંતસિંહ તનસિંહ રાજપુત અને રમેશકુમાર ભારતારામ મેઘવાળ (રહે.બામરલા જી.બાડમેર) (રાજસ્થાન) ત્રેણેય આરોપીઓની ઝડપી આગથળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી