ગેર કાયદેસર બાયોડીજલ લિટર ૨,૫૦૦, કિં.રૂ.૬,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી.પોલીસ ટીમ

હિન્દ ન્યૂઝ, મોડાસા

પોલીસ અધિક્ષક સંજય ખરાત મોડાસા જિ.અરવલ્લી નાઓ એ અત્રેના અરવલ્લી જીલ્લામાં સરકાર ના ગાઈડલાઈન મુજબ ગેર કાયદેસર રીતે ચાલતા બાયોડીજલના પંપ ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અનુસંધાને માર્ગદરશન આપેલ હતી. ઉપરોક્ત સૂચના અન્વયે જે.પી ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી મોડાસા જિલ્લા અરવલ્લી નાઓ સાથે સ્ટાફના માણસો SOG યાટર મુજબની કામગીરી અર્થે જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા, દરમિયાન જે.પી.ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર SOG શાખા નાઓને બાતમી હકીકત મળેલ કે શામળાજી થી હિંમતનગર તરફ જતા નેશનલ હાઇવે ઉપર મોજે ગડાદળ ગામની સીમમાં આવેલ શામલીયા હોટલના કમ્પાઉનડમાં રામદેવ બાયોડીજલ નામની અોફિસ આવેલ હોય, જે અોફિસ ની આગળ એક સફેદ કલરનું ટેન્કર ઉભુ હોય, જે ટેન્કરમાં બાયોડીજલ હોય, જેનો માલિક બાયોડીજલ નું ગેરકાયદેસર વેચાણ કરતો હોય, જે બાતમી આધારે ત્યાં તપાસ કરતા સદરહુ જગ્યાએ થી બાતમી હકીકત વાળુ ટેન્કર મળી આવેલ. જેનો આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર જોતા GJ03-BV-8165 નો હોય, જે ટેન્કરમા તપાસ કરતા બાયોડીજલ ભરેલ હોય, જે બાયોડીજલ લિટર ૨.૫૦૦ કિં.રૂ.૧,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હતું. આમ એસ.ઓ.જી. શાખા મોડાસાઓને ગેર કાયદેસર બાયોડીજલ લિટર ૨,૫૦૦કિ.રૂ.૧,૬૦,૦૦૦/- નો તથા ટેન્કરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ જડપી પાડવામાં સાફડતા મળેલ છે. કામ કરનાર ટીમ
જે.પી ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર
અ.હે.કો વીરભદ્રસિંહ, રણજીતસિંહ, અ.હે.કો પ્રવીણભાઈ હેમંતભાઈ,
અ.પો.કો ધમેન્દ્રસિંહ મોહનસિંહ,
અ.પો.કો સિદ્ધરાજસિંહ પ્રવિણસિંહ હતા.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment