ભાવનગરમાં ગ્રામ વિકાસની યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો

ભાવનગર ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સ્વચ્છ ભરત મિશન (ગ્રામીણ) યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના, એન. આર. એ. એમ. યોજના તેમજ મનરેગા યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત ભાવનગર પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ, તાલુકા વિકાસ અધિકારી પી. કે. રાવત ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાવનગર તાલુકામાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચઓ, તલાટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

Read More

આગામી તા.૨૨મી જાન્યુ. સુધી ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ શહેર તેમજ ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે આ વિસ્તારમાં સાવચેતીના પગલા લેવાનું જરૂરી જણાય છે.         જેથી કચ્છ જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨) ની કલમ ૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતએ/વ્યકિતઓએ એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કે કોઇ મંડળી બનાવીને ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર…

Read More

ગીર સોમનાથમા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અતર્ગત આયુષને વિનામૂલ્યે કિડની ટ્રાન્સપ્લાન્ટથી મળ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા આર.બી.એસ.કે (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) માં ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની જન્મજાત ખામી જેવી કે જન્મજાત હૃદય રોગ,ક્લેટ લીપ પેલેટ સહિતની ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના અન્ય ગંભીર રોગની સારવાર તથા મોટા ઓપરેશનની જરૂર પડ્યે સરકારશ્રી દ્વારા આર.બી.એસ.કે પ્રોગ્રામ અતર્ગત વિનામૂલ્યે સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. આ વર્ષ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના બાળક આયુષ સુરેશ પરમાર ને જન્મથી જ કિડની ની બિમારી હતી, જે  વેરાવળ તાલુકાની આર.બી.એસ.કે ટીમનાં ડો.ઈશ્વર ડાકી તથા ડો.વિએના જીન્જુવાડીયા નિદાનમાં આવતા તેમના દ્વારા માર્ગદર્શન…

Read More

સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ હુબલી-ધારવાડ (કર્ણાટક) ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૬માં રાષ્ટ્રીય યુવા ઉત્સવના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. આ તકે સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયા હતાં. રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી નિમિત્તે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી મકવાણાએ યુવાઓને ઉદ્દેશી કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીના વિચારો આજની યુવાપેઢી માટે ખૂબ જ મહત્વના છે. તેમના વિચારો જીવનમાં ઉતારી દેશને…

Read More

બોટાદ આરટીઓ અને જિલ્લા પોલીસ દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, બોટાદ આજરોજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો બોટાદ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તેમજ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સહયોગથી યોજવામાં આવેલા આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૭ જાન્યુઆરી સુધી નાગરિકોને ટ્રાફિકના નિયમોથી ઉજાગર કરવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે પ્રત્યેક નાગરિકની ફરજ છે. આ બાબતે જાગૃતિ કેળવાય એ અત્યંત આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતિ સમાજના દરેક વર્ગને સ્પર્શતો…

Read More

લડાઇના વિદ્યાર્થીઓએ ગ્રામજનો પાસેથી રૂ.૫૧ હજાર એકત્ર કરી સૈનિક કલ્યાણ કચેરી ભુજને સુપ્રત કર્યા

હિન્દ ન્યુઝ, ભુજ          આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કલ્પના ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં અદભૂત ખમીર બતાવી પવિત્ર માતૃભુમિના રક્ષણ કરે છે. ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શોનું રક્ષણ કરવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી તથા આપણા મસ્તક ઉન્નત રાખવા સૈનિકો પોતે બધાજ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તૈયાર હોય છે, તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરનાર સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, લોડાઈના વિદ્યાર્થીઓએ સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરી એક જ દિવસમાં રૂ. ૫૧,૦૦૦/- (રૂપિયા એકાવન…

Read More

જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં ભુજમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ           કચ્છ કલેકટર દિલીપ રાણાની ઉપસ્થિતિમાં આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે માજી સૈનિકો હાજરીમાં સશસ્ત્ર સેવા ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી.           શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા “સશસ્ત્ર સેના ધ્વજદિન” આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. દર વર્ષે તા.૦૭ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્તરે સંપુર્ણ ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ત્યારે આજરોજ માજી સૈનિકોની હાજરીમાં કચ્છ કલેકટરે પ્રથમ ડોનેશન આપીને સમગ્ર કચ્છવાસીઓને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી તથા આ…

Read More

શારિરીક રીતે અસક્ષમ ૯૬ વર્ષના માધાપરના દેવબાઇ મતદાન કરીને અન્યો માટે પ્રેરક ઉદાહરણ બન્યા

હિન્દ ન્યુ, ભુજ           વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો મહાપર્વ આજે ઉજવાઇ રહ્યો છે ત્યારે કચ્છમાં શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં શારિરીક રીતે અસક્ષમ માધાપરના ૯૬ વર્ષના દેવબાઇ માધાપરીયાએ મતદાન કરીને અન્ય મતદારો માટે પ્રેરક ઉદાહરણ બન્યા હતા.           વરીષ્ઠ નાગરીક દેવબાઇએ જણાવ્યું હતું કે, પ્રથમ ચૂંટણીથી હંમેશા મતદાન કરતી આવી છું. કોઇપણ કારણસર આજદિન સુધી મતદાન કરવાનું ચુકી નથી. ઉંમરના કારણે હાલ ચાલી નથી શકાતું આમછતાં પરીવારની મદદથી વ્હીલચેર પર આવીને પણ મારી ફરજ અદા કરી છે. ત્યારે સૌ યુવા મતદારો પણ પોતાનો મત આપીને સક્રીય ભાગીદારી નોંધાવે તેવી અપીલ કરૂ…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ મતદાન વધારવા વિવિધ અભિયાન હાથ ધરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન વધારવા અંગે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અને અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ અનેકવિધ લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગર જિલ્લાના કોળીયાક અમાસનાં મેળામાં ભાવનગરનાં આર્ટિસ્ટો દ્વારા દરીયા કિનારે આકર્ષક શિલ્પ બનાવીને મેળામાં આવનાર લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોડેલ સ્કૂલ તથા સીદસર કે.જી.બી.વી. શાળાની વિધાર્થીનીઓ દ્વારા મેળામાં ૨૫,૦૦૦ થી વધુની મેદની સમક્ષ શેરી નાટક રજૂ કરીને મતદાન અંગે જાગૃત કરવામાં…

Read More

ભાવનગરના સેલાણા ગામનો બાળક પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના સથવારે બોલતો અને સાંભળતો થયો

ભાવનગર ભાવનગરના સેલાણા ગામનો નાનકડો બાળક બાળપણથી જ સાંભળી શકતો નહોતો અને ન સાંભળી શકવાને કારણે તે બોલી પણ શકતો ન હતો. આ પરિસ્થિતિ તેના માતા પિતા માટે ખૂબ જ અકડાવનાર હતી. શું કરવું તે સમજાતું નહોતું. આ સમયે જિલ્લા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમની મદદથી આવ્યો અને તે દ્વારા તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કઢાવવા માટેની જરૂરી સમજણ સાથે તમામ મદદ કરવામાં આવી અને પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવ્યું. આ બાળકના પિતા દર્શનભાઈ રોહિતભાઈએ જણાવ્યું કે, મારું બાળક નાનપણથી જ સાંભળી શકવાની તકલીફ ધરાવતું હતું. બે- ત્રણ વર્ષ તેના…

Read More