વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગ્રીન સિટી ગાંધીનગરને હવે ‘ક્લીન સિટી’ બનાવવા ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) લાવ્યું છે એક અદભુત હોમ-મેડ ક્રાંતિ! ✨ 🧵 “એક સિલાઈ, બે ભલાઈ” — પર્યાવરણની રક્ષા સાથે મહિલાઓને રોજગારી! નવી વ્યાખ્યા, નવો ટ્રેન્ડ! હવે તમારા ઘરના જૂના કપડાં આપશે પ્લાસ્ટિકના પ્રદૂષણમાંથી મુક્તિ. 🛑 GMC ની આ અદભુત પહેલ શું છે? તમે તમારા ઘરના જૂના-નકામા કપડાં લઈને GMC ના સેન્ટર પર જાઓ. ત્યાં હાજર બહેનો મિનિટોમાં જ તમને તેમાંથી કાપડની સુંદર થેલીઓ સીવી આપશે. સૌથી મોટી વાત: નાગરિકો માટે આ સેવા તદ્દન મફત…
Read MoreAuthor: Admin
ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૧ થી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાઓ યોજાશે
હિન્દ ન્યુઝ,cગીર સોમનાથ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૧ જૂનથી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષાના સફળ સંચાલન અને સુનિયોજીત આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટરએ વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસ.ટી. બસ વ્યવસ્થા, ઓ.આર.એસની ઉપલબ્ધતા સહિત આરોગ્ય સેવાઓ, પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠાની સુવિધા,…
Read Moreવલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન બેઠક મળી
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી, પ્રિ- મોન્સુન સહિત વિવિધ વિકાસ કામોની ચર્ચા કરી હતી. પ્રભારી મંત્રીએ ચોમાસા દરમિયાન આમજનતાને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રમાણેનું આયોજન કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે, કુદરતી કાંસ પર દબાણ હોય તો તાત્કાલિક દૂર કરો જેથી પાણી ભરાવાની સમસ્યા દૂર થાય. ખાસ કરીને શાળાઓ ચાલુ હોય ત્યારે, ચોમાસા દરમિયાન બાળકોને ઘરે જવા મુશ્કેલી ન પડે તે માટે…
Read Moreજૂનાગઢના નવાબ મહોબત ખાનજી ત્રીજાએ કશ્મીરના કેસર જેવા રંગને જોઈ આ કેરીને કેસર નામ આપ્યું
હિન્દ ન્યુઝ, જૂનાગઢ દેશની આઝાદી આડે હજુ સવાએક દાયકાની વાર હતી. તે અરસામાં જૂનાગઢ નવાબના દરબારમાં ફળની એક પ્રજાતિ રજૂ થવાની હતી. શાહી ઠાઠમાઠ સાથે નવાબ અને દરબારીઓ સમક્ષ રજૂ કરાઈ અને સર્વે તેનો આસ્વાદ માણે છે. તેનો સ્વાદ અને સોડમ અદ્વિતીય લાગી. જે આજે પણ સ્વાદરસિકોના હૃદય પર રાજ કરે છે – તે એટલે આપણી ગીરની ‘કેસર’. જૂનાગઢના નવાબ મહોબત ખાનજી ત્રીજાએ કશ્મીરના કેસર જેવા રંગને જોઈ આ કેરીને કેસર નામ આપ્યું. પરંતુ આ પહેલા પણ કેસરની શાહી સફરની શરૂઆત થઈ ચૂકી હતી. આ સંદર્ભમાં વધુ વિગતે વાત કરતા…
Read Moreગાંધીનગર ખાતે પર્યાવરણની રક્ષાની સાથે-સાથે મહિલાઓને રોજગારી!
તા. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા સેક્ટર-21ના શાકમાર્કેટ ખાતે અદ્ભુત વ્યવસ્થા ઊભી કરાઈ; અહીં કોઈપણ નાગરિક ઘરના જૂના – નકામા કપડાં લઈને જાય એટલે ત્યાં હાજર બહેનો તેમાંથી કાપડની સુંદર થેલીઓ સીવી આપે છે! આ પહેલથી પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટે છે તેમજ કેટલીય સ્થાનિક બહેનોને ગૌરવપૂર્ણ રોજગારી પણ મળી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની આ નવતર પહેલને વ્યાપક પ્રતિસાદ; ઓગસ્ટ 2025માં સેક્ટર-21 ખાતે RRR (રિડ્યુસ, રિયુઝ, રિસાઈકલ) સેન્ટર શરૂ કરાયું હતું કે જેની સફળતા બાદ આ અભિયાનને વધુ વેગ આપવા માટે ટીપી 9…
Read Moreજનજાતીય ગરિમા ઉત્સવ – 2026…
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા વ્યારા ખાતે રાજ્યકક્ષાનો ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન’ સમારોહ સંપન્ન; આદિવાસી સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ વિકાસ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર 18 ‘અનસંગ હીરો’નું કરાયું બહુમાન. કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 10 મે થી 09 જૂન સુધી ‘જનજાતીય ગરિમા ઉત્સવ-2026’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાઈ રહી છે; જેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના અમૂલ્ય વારસા, ગૌરવશાળી ઇતિહાસ, દેશના વિકાસમાં તેમનું યોગદાન અને વિશિષ્ટ સિદ્ધિઓને ઉજાગર કરવાનો છે : ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી. સી.…
Read More5-જૂન વિશ્વ પર્યાવરણ દિન વિશેષ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા કુલ 14 સ્થળોએ 381.25લાખના ખર્ચે 15.5 હેક્ટર વિસ્તારમાં “વન કવચ”વિકસાવવામાં આવ્યા “વન કવચ” એ ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજના છે, જેનો મુખ્ય હેતુ રાજ્યમાં હરિયાળું આવરણ વધારવાનો, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનો અને આબોહવા પરિવર્તનની અસરો સામે કુદરતી સુરક્ષા કવચ ઊભું કરવાનો છે. આ યોજના હેઠળ મિયાવાકી સહિતની આધુનિક પદ્ધતિઓ દ્વારા ઓછી જગ્યામાં વધુ ગીચ અને ઝડપથી વિકસતા વૃક્ષોનું વાવેતર કરવમાં આવે છે. વન કવચમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, જેના કારણે પક્ષીઓ, જીવજંતુઓ અને અન્ય વન્યજીવો માટે અનુકૂળ નિવાસસ્થાન ઊભું…
Read More“ઉંમર નાની હોય તો શું? સપનાઓ મોટા હોય તો સિદ્ધિઓ પોતે જ માર્ગ શોધી લે છે.”
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની પ્રતિભાશાળી બાળ નૃત્યાંગના આરુષી જયભાઈ દવેએ પોતાની અદભૂત ઇચ્છાશક્તિ, કઠોર મહેનત અને કળા પ્રત્યેના સમર્પણના બળે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વ રેકોર્ડ નોંધાવ્યા બાદ હવે તેણીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંશાપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આરુષીએ અગાઉ માત્ર 30 સેકન્ડમાં ભરતનાટ્યમના નવરસ (શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત)નું અભિવ્યક્તિપૂર્ણ પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. આ અનોખી સિદ્ધિ બદલ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી રહી છે. ખાસ વાત એ છે કે તેણીએ નાની…
Read Moreધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધરમપુર ખાતે જોબફેર યોજાયો
હિન્દ ન્યુઝ, વલસાડ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરના પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને નગર રોજગાર કચેરી ધરમપુરના સંયુક્ત ઉપક્રમે જોબફેર યોજાયો હતો. રોજગાર મેળામાં આસપાસના વિસ્તારોની અંદાજિત ૨૫ જેટલા નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ રોજગાર મેળામાં વિવિધ કંપનીઓ દ્વારા નોકરીઓ અને એપ્રેન્ટિશિપની જગ્યાઓ માટે ઉપસ્થિત રહેલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. કુલ ૬૯૬ હાજર ઉમેદવારોમાંથી ૪૩૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન દ્વારા રાજ્ય સરકારની રોજગારલક્ષી નીતિઓ…
Read Moreરોટલો કાઢવો મુશ્કેલ હોય એવી સ્થિતિમાં પણ રોગાન કળાને જીવંત રાખનાર કચ્છના નિરોણા ગામના રોગાન આર્ટ માસ્ટર પદ્મશ્રી અબ્દુલભાઇ ખત્રી
હિન્દ ન્યુઝ, ભુજ ૩૫૦થી વર્ષથી ચાલી આવતી પર્શિયન મૂળની પરંપરાગત રોગાન કળા વર્ષ ૧૯૮૦ના દાયકામાં મરણ પથારીએ અંતિમ શ્વાસ લઇ રહી હતી… કચ્છના સરહદી ગામ નિરોણામાં જે ખત્રી પરિવારોએ તેમની ગોદમાં આ કળાને ૭ પેઢીથી ઉછેરીને મહેકાંવી હતી, તે હવે સમયની થપાટ સામે હારી જવાની આરે હતી. આ કળાને એક બાળકની જેમ પોતાની આંગળીના ટેરવે લાડ લડાવનાર ખત્રી પરિવારના મોભી હાસમભાઇનું દિલ રોગાન કળા ગમે ત્યારે બંધ કરવી પડશે તેવી નોબત જોઇ કકળી ઉઠતું હતું. તેમણે મનમાં ઠાની લીધું કે, ગમે તે થાય તે પરિવારની આ…
Read More