‘પ્રાકૃતિક કૃષિને અપનાવીએ, માટીને જીવંત રાખીએ’ના આહવાન સાથે બોટાદ જિલ્લામાં રાસાયણિક સંતુલિત ખાતર વપરાશ અને ખેતર બચાવો અભિયાન અંતર્ગત ગોરડકા ગામે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ       ગુજરાત રાજય સરકાર દ્વારા રાસાયણિક ખાતરોના સંતુલિત ખાતર વપરાશ અને ખેતર બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામ સ્થિત ખેડૂત અલ્પેશભાઈ કળથીયાના પ્રાકૃતિક ફાર્મ ખાતે ગાય આધારિત ખેતી અંગેની શિબિર યોજાઈ હતી.  આ શિબિરમાં બોટાદ જિલ્લાના કૃષિ, બાગાયત, આત્માના કર્મયોગીઓએ તેમજ ખાતર ઉત્પાદન કરતી અને વેચાણ કરતી વિવિધ કંપનીઓ, ખેડૂત સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પોતાના ખેતરમાં ખેતી દરમિયાન રાસાયણિક ખાતરના પર્યાય રૂપે જૈવિક તથા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ, ગાય આધારિત ખેતીમાં વપરાતા જીવામૃત તથા ઘન જીવામૃતના…

Read More

જિલ્લાના રેશનકાર્ડ ધારકો હવે ક્યુઆર કોડ સ્કેન કરીને મેળવી શકશે અનાજ

હિન્દ ન્યુઝ, આણંદ       આણંદ જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવા નવી ડિજિટલ સુવિધાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમા રેશનકાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકશે. ભારત સરકાર તથા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના માર્ગદર્શન મુજબ રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. રેશનકાર્ડ ધારકોએ તેમને મળવાપાત્ર અનાજની કુપન ઘેર બેઠા ઓનલાઈન જનરેટ કરવા માટે પોતાના સ્માર્ટ ફોનમાં માય રેસન એપ ડાઉનલોડ કરવાની રહેશે. માય રેશન એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓ ઘરે બેઠા પોતાના પરિવારની…

Read More

આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ

હિન્દ ન્યુઝ, આણંદ      એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23 EA, EB, EC, ED, EE, EF, EG EH, EJ, EK અને EL, નોન ટ્રાન્સપોર્ટ LMV સીરીઝ GJ-23-CA, CB, CC, CD, CE, CF, CG, CH, CJ અને CK શરૂ કરવામાં આવી છે. 3W પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AU, AY, AX અને ટ્રાન્સપોર્ટ વાહનમાં GJ23-AW, AT, AY સીરીઝ શરૂ કરવામાં આવી છે અને કંન્ટ્રકશન ઇક્વીપમેન્ટ પ્રકારના વાહનો માટે GJ23-BC સીરીઝ શરૂ કરવામાં આવી…

Read More

બોરસદ તાલુકાના સારોલ ગામે રૂ.17.75 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

હિન્દ ન્યુઝ, બોરસદ      રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામ સુધી અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે તે માટે વિવિધ વિસ્તારોમાં નવા સબ સ્ટેશન નું નિર્માણ કરીને વીજ પુરવઠાની સુવિધા વધુ સુદ્રઢ અને સુવ્યવસ્થિત બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામ ખાતે રૂપિયા 17.75 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા સબ સ્ટેશનનું ખાતમુર્હુત આજે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી રમણભાઈ સોલંકી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે સારોલ ગામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે…

Read More

નાગરિકોની સુવિધા માટે ‘સુગમ પોર્ટલ’ વરદાનરૂપ: એક જ સ્થળેથી મળશે મહત્વપૂર્ણ ઓનલાઇન સેવાઓ

હિન્દ ન્યુઝ, બોટાદ        ગુજરાત સરકારના ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સરકાર દ્વારા નાગરિકો માટે ‘સુગમ પોર્ટલ’ (Sugam Portal) કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી ઓનલાઇન સેવાઓ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ડિજિટલ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સરકારી કચેરીઓ સુધી આવવામાંથી મુક્તિ અપાવવાનો અને વહીવટી કામગીરીને વધુ ઝડપી બનાવવાનો છે.             નાગરિકો સરકારની સત્તાવાર વેબસાઇટ https://sugamdigitalgujarat.com/ પર જઈને આ તમામ સેવાઓનો ઓનલાઇન લાભ સંપૂર્ણપણે સુરક્ષિત, ઝડપી અને વિશ્વાસનીય રીતે મેળવી…

Read More

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત; જનસેવા કેન્દ્ર, ઇ-ધરા અને પુરવઠા શાખાની સઘન તપાસણી

હિન્દ ન્યુઝ, મોરબી      મોરબી જિલ્લામાં સરકારી વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને પ્રજાભિમુખ બનાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની સર્વગ્રાહી મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ હળવદ મામલતદાર કચેરીની મુલાકાત દરમિયાન જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર અને પુરવઠા વિભાગની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસણી દરમિયાન કચેરી ખાતે પોતાના કામ અર્થે આવેલા સ્થાનિક અરજદારો સાથે કલેક્ટરએ પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો અને કચેરીમાંથી મળતી સેવાઓ તેમજ વહીવટી પ્રક્રિયા અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. હળવદ તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરીની મુલાકાત લઈ…

Read More

મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે વિવિધ ટ્રેડ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, દાહોદ       મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદના આચાર્યશ્રી અખબાર યાદીમાં જણાવે છે કે, પ્રવેશસત્ર-૨૦૨૬ માં માહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે ચાલતા ટ્રેડ જેવા કે વેલ્ડર, સુઈગ ટેકનોલોજી(શિવણ), કોસ્મેટોલોજી(બ્યુટીપાર્લર), કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર(ડીટીપીઓ) માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.  પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તા.૨૩/૬/૨૦૨૬ સુધી ચાલુ રહેશે. ફોર્મ ભરવા માટે http//itiadmission.gujarat.gov.in ની વેબસાઈટ પર જઈને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાશે તેમજ સંસ્થા ખાતે વિના મુલ્યે પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, ઝાલોદ રોડ, દાહોદ ખાતે…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર પી.બી.પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લામાં ૮ થી ૨૧ જૂન દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને સેવાસેતુની સેવાઓનો નાગરિકોને સ્થળ પર જ લાભ મળશે. જામનગર તા.૬ જૂન, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે તા. ૮ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન જામનગર જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કલેક્ટર કચેરી જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરએ વિગતો આપતા જણાવ્યા હતું કે, આ…

Read More

રાજકોટમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ      “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે રાજકોટના પૂર્વ મેયર બંગલો ખાતે નિઃશુલ્ક તુલસી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહી ઉત્સાહભેર પર્યાવરણની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તુલસી સહિતના વિવિધ રોપા, ચકલીઓના માળા, બર્ડ ફીડર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.         પૂર્વ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, વિનોદભાઈ પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી, દંડક સંજયસિંહ રાણા, પૂર્વ દંડક મનીષભાઈ રાડિયા, જયસીયારામ મિત્ર મંડળ ના હરેશભાઈ હરિયાણી, ભરતભાઈ ભીંડે, એનિમલ હેલ્પ લાઇન ના…

Read More

જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા રણછોડપુરા ગ્રામપંચાયતની ઓચિંતી મુલાકાત લેવામાં આવી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર   ગાંધીનગર જિલ્લા પ્રશાસનની સજ્જતા અને વહીવટી પારદર્શિતાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા રણછોડપુરા ગ્રામપંચાયતની ઓચિંતી મુલાકાત લેવામાં આવી.જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોને પ્રશ્નો પુછી તેમના હકારાત્મક સમાધાન કરવા માટે સુચન કર્યુ.   પંચાયત દફતર તપાસણી, વસુલાત, નાણાપંચના કામો, તથા આરોગ્ય વિષયક પ્રશ્નોની ચર્ચા કરી તથા તલાટી કમ મંત્રીને ૧૦૦% સુધી વસુલાત કરવા અને વિકાસના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે બાબતે ફોલોઅપ રાખવા સુચના આપી.    

Read More