સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મુંદરા દ્વારા જણાવેલ છે

હિન્દ ન્યુઝ, અંજાર              સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મુંદરા દ્વારા જણાવ્યા પ્રમાણે દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે મુંદરા અને માંડવી સબ ડીવીઝનલ વિસ્તારમાં હંગામી ફટાકડા પરવાનો મેળવવા ઇચ્છતા અરજદારોએ કચેરી કામકાજના સમય દરમ્યાન ( જાહેર રજાના દિવસો સિવાય ) નિયત નમુનાનું અરજી ફોર્મ AE-5 મામલતદાર કચેરીએથી મેળવી નીચેની વિગતો સાથે સબંધિત મામલતદાર કચેરીમાં મોડામાં મોડા તા.૨૫-૧૦-૨૦૨૬ સુધીમાં રૂબરૂમાં રજૂ કરવા જણાવવામાં આવે છે. નિયત નમૂનાનું અરજી ફોર્મ પુરતી વિગતો સાથે ભરીને ચાર નકલ સબંધિત તાલુકાના જનસેવા કેન્દ્રમાં રજૂ કરવાનું રહેશે. હંગામી ફટાકડા પરવાનાની…

Read More

ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, અંજાર આગામી દિવાળીના પર્વ દરમ્યાન અંજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે. આ માટે જેઓ હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ આ મામલતદાર કચેરી અંજાર માંથી નિયત અરજી ફોર્મ મેળવી, નિયત નમુનાનું સોગંદનામુ. નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સાથેની ધોરણસરની અરજી મામલતદાર કચેરી અંજાર ખાતે તા.૨૫/૧૦/૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમ્યાન જમા કરાવવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી તેમ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર,અંજારની અખબારી યાદીમાં જણાવાયું છે.

Read More

અંજાર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ના નવા કેન્દ્રનો શુભારંભ

હિન્દ ન્યુઝ, અંજાર     ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે આજે તા. ૧૬ ઓક્ટોબરના રોજ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ૧૦૧ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર ખાતે દેવળિયા નાકા ખાતે આવેલા કડીયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિકો માટેની આ યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રાત-દિવસ કઠોર પરિશ્રમ કરતા બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને પોષણ…

Read More

સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર ખાતે શહેરકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ કરાવતા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા

હિન્દ ન્યુઝ, ભુજ    ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અંજારના શહેરકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન અને તાલુકાકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર ખાતે શહેર કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન અને મોડેલ સ્કૂલ અંજાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયું હતું. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અવનવી વિજ્ઞાનની કૃતિઓ નિહાળીને રાજ્યમંત્રી સહિતના મહાનુભાવો પ્રભાવિત થયા હતા. બાળકો સાથે આત્મીયતાપૂર્ણ સંવાદ કરીને મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.  આ પ્રસંગે શિક્ષણ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શારદીય નવરાત્રિ પર્વમાં આદ્ય શક્તિ માઁ અંબાજીના દર્શન અર્ચન કર્યા

હિન્દ ન્યુઝ, અંબાજી    શારદીય નવરાત્રિના આઠમા નોરતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને જગતજનની માઁ અંબેના ચરણોમાં ભાવપૂર્વક શીશ ઝુકાવ્યું. ગુજરાત સતત વિકાસના નવા આયામો સર કરે, રાજ્યમાં શાંતિ, સમરસતા અને સમૃદ્ધિ કાયમ રહે તથા વિકાસની યાત્રાને માઁ આદ્યશક્તિના આશીર્વાદ સદાય મળતા રહે તેવી મંગલકામના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી. દર્શન-પૂજન બાદ મુખ્યમંત્રીએ નવરાત્રિ પર્વ દરમિયાન દૂર-દૂરથી અંબાજી ધામ દર્શને આવતા માઈભક્તો માટે કરવામાં આવેલી સુવિધાઓ, સુરક્ષા અને દર્શન વ્યવસ્થા અંગે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી જાણકારી મેળવી.

Read More

નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ

હિન્દ ન્યુઝ, નવસારી    ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના વિવિધ રસ્તાઓને થયેલા નુકસાનને પગલે રસ્તાઓની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને માર્ગ વ્યવહાર વધુ સુગમ બને તે હેતુથી વિભાગ દ્વારા નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહ્યું છે.     નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર શ્રી મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં વિભાગ હસ્તકના રસ્તાઓ પર મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સણવલ્લા, રાનવેરી, ટાંકલ અને કરંજવેરી સહિતના માર્ગો…

Read More

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકાનાં વિવિધ ગામોમાં રૂ. ૯.૧૯ કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં તલાવચોરા, ઘેજ, ચરી અને સોલધરા ગામોમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ રૂ. ૯.૧૯ કરોડના ખર્ચે હાથ ધરાનારા આ વિકાસકાર્યોના અમલીકરણથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓ, શિક્ષણ, બાળપોષણ અને પાયાની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં માર્ગ, શિક્ષણ અને બાળવિકાસ સહિતની પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ રૂ. ૯.૧૯ કરોડના ખર્ચે…

Read More

કચ્છના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ‘ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું

હિન્દ ન્યુઝ, કચ્છ ➡️ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડાના બજાણા જેવા વિસ્તારોને વિશિષ્ટ ઓળખ આપતું ઘુડખર અભયારણ્ય; ઘુડખરની ચપળ દોડ અને વિષમ હવામાનમાં અનુકૂલન સાધવાની ક્ષમતા અન્ય વન્યજીવોથી અલગ પાડે છે. ➡️ તા. 14 જૂન સુધી પ્રવાસીઓ માણી શકશે રણની સફર કે જ્યાં ઘુડખર, યાયાવર પક્ષીઓ તેમજ અનોખી જૈવવિવિધતા બનશે મુખ્ય આકર્ષણ; વન વિભાગના સફળ પ્રયાસોથી દુર્લભ ઘુડખરની સંખ્યા વધીને 7,672 થઈ. ➡️ ઘુડખર ઉપરાંત આ અભયારણ્યમાં વરુ, જંગલ બિલાડી અને ડેઝર્ટ ફોક્સ જેવા વિવિધ વન્યજીવો પણ જોવા મળે છે; ગત વર્ષે 25,000થી વધુ પ્રવાસીઓએ આ અભયારણ્યની મુલાકાત લીધી કે…

Read More

સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે “આપત્તિ વ્યવસ્થાપન” તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ડાંગ    જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), ડાંગ-આહવાના સંયુક્ત ઉપક્રમે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, PWD કોલોની, આહવા ખાતે “આપત્તિ વ્યવસ્થાપન” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.  આપત્તિ કોઈ પણ સમાજ, જાતિ, ધર્મ કે પદ જોઈને નથી આવતી; તે ગમે તે સમયે અને ગમે તે સ્થળે આવી શકે છે. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાની સુબુદ્ધિ, સમયસૂચકતા અને આસપાસ ઉપલબ્ધ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરીને પોતાનો તેમજ અન્યોનો જીવ જોખમમાંથી કેવી રીતે બચાવી શકે, તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવાના હેતુથી આ…

Read More

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડયાના અધ્યક્ષસ્થાને ઓક્ટોબર માસની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા કલેકટર પી.બી. પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઓક્ટોબર માસની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાાઇ હતી.  આ બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કૃષિલક્ષી વીજ જોડાણનો બેકલોગ દૂર કરવા, આંગણવાડીને પોતાની માલિકીના મકાનો આપવા, જર્જરિત વાયર્સ સત્વરે બદલી આપવા, બી.આર.સી. ધ્રોલમાં કમ્પાઉન્ડ વોલ અને નવું તાલીમ ભવન બનાવવા, વીજફીડર બંધ થવાની જાહેર જનતાને જાણ કરવા તથા ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત પાણી પૂરું પાડવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા, જે અંગે યોગ્ય કરવા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. ચૂંટાયેલા વિવિધ જનપ્રતિનિધિઓના વીજલાઇન…

Read More