ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી; રાજ્યમાં તા. 12 થી 18 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી થશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

🔹 રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની પત્રકાર પરિષદનું આયોજન; આ પ્રસંગે ગણપતભાઈ વસાવા, રાજ્ય મંત્રી સર્વે પી.સી. બરંડા, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી રમેશભાઈ કટારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

🔹 ભગવાન બિરસા મુંડાના અમૂલ્ય યોગદાનને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરીને માન. વડાપ્રધાનશ્રીએ ઐતિહાસિક સન્માન આપ્યું : આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

🔹 આગામી તા. 15 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં રૂ. 2,300 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.

🔹 તા. 12 થી 18 નવેમ્બર દરમિયાન 14 આદિવાસી જિલ્લાઓની 55 વિધાનસભા બેઠકો, 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં સપ્તાહવ્યાપી કાર્યક્રમો યોજાશે.

🔹 આદિજાતિ ક્ષેત્રોના હાટ બજારો ખાતે ‘શબરી બૂથ’ ખાતેથી આદિજાતિ વિકાસ અંગેની માહિતીનું વિતરણ કરાશે; રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં ‘જોહર કેફે’ શરુ કરાશે.

Related posts

Leave a Comment