ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

➡️ તા. 11 નવેમ્બરે ભાઈ બીજે રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ 1,46,875 સીટોનું બુકિંગ, માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ 99,402 સીટોનું બુકિંગ

➡️ ભાઈ બીજે નિગમ દ્વારા કુલ રૂ. 3.55 કરોડની ડિજિટલ આવક નોંધાઈ, કુલ આવક 13 કરોડથી વધુ થઈ; નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા બદલ નિગમના તમામ એસ.ટી. ડ્રાઈવર, કન્ડક્ટર તથા મિકેનિક સહિતના સમગ્ર સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા

➡️ તહેવારોમાં પરિવારની ચિંતા કર્યા વિના એસ.ટી નિગમના ડ્રાઈવર કંડક્ટરે રાજ્યના મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે: નાયબ મુખ્યમંત્રી

➡️ દેશભરની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગમાં ‘નંબર 1 એસ.ટી.યુ.’ બનવાનું આ ગૌરવ ગુજરાત રાજ્યને મળ્યું.

Related posts

Leave a Comment