હિન્દ ન્યુઝ, ગાંધીનગર
➡️ રાજ્યની સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એઇડ (અનુદાનિત) ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)માં તાલીમાર્થીઓને વ્યવસાયલક્ષી અને કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના હિતમાં સંવેદનશીલ નિર્ણય
🔹 રાજ્યની સરકારી અને અનુદાનિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના માનદ વેતનમાં બમણો વધારો
🔹 દૈનિક મહત્તમ માનદ વેતન રૂ. 540થી વધારી રૂ. 1,080 અને માસિક મહત્તમ મર્યાદા રૂ. 14,040 થી વધારી રૂ. 28,080 કરાઈ
🔹 માનદ વેતન વધતાં વધુ શ્રેષ્ઠ ઇન્સ્ટ્રક્ટર્સ સેવાઓ આપશે, વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાની અને અવિરત તાલીમ મળશે
