હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત, સુવિધા સભર અને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) અંતર્ગત ગરબાડા તાલુકાના આંબલી ખજૂરિયા – વેડ ફળીયા – ખડા ફળીયા માર્ગ નું સપાટી સુધારણા અને રિસરફેસિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ માર્ગનું કામ MMGSY વર્ષ 2023-24 હેઠળ હાથ ધરાયું હતું. અંદાજે 7 વર્ષ પૂર્ણ થયેલા ખરાબ થયેલા માર્ગની સપાટી સુધારણા તથા રિસરફેસિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોને હવે વધુ સુરક્ષિત, સરળ અને સુગમ વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ બનશે.
માર્ગ પર જરૂરી રોડ માર્કિંગ, ચેતવણી સૂચક બોર્ડ, સ્ટોપ સાઇન, સુરક્ષા સંકેતો તેમજ પુલ પર સલામતી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે, જેના પરિણામે માર્ગ વધુ સુરક્ષિત બન્યો છે.
આ કામગીરીથી આંબલી, ખજૂરિયા, વેડ ફળીયા અને ખડા ફળીયા સહિતના આસપાસના ગામોના રહેવાસીઓને શિક્ષણ, આરોગ્ય, કૃષિ ઉત્પાદનના પરિવહન તેમજ દૈનિક અવરજવરમાં નોંધપાત્ર સુવિધા મળશે.
ગ્રામ્ય માર્ગોના મજબૂતીકરણથી સ્થાનિક વિકાસને નવી ગતિ મળશે અને લોકોના જીવનસ્તરમાં પણ સકારાત્મક સુધારો આવશે.
દાહોદ જિલ્લા પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે વિવિધ વિકાસકાર્યો સતત હાથ ધરવામાં આવશે.
“સુધારેલા માર્ગ… સુરક્ષિત સફર… ગામ વિકાસ… દેશ વિકાસ…” – આ સૂત્રને સાકાર કરતાં દાહોદ જિલ્લામાં ગ્રામ્ય માર્ગ વિકાસની કામગીરી સતત પ્રગતિના પંથે આગળ વધી રહી છે.
