વલસાડ જિલ્લાના ખેડુતો માટે નવી ત્રણ બાગાયતી યોજનાનો લાભ લેવા આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

હિન્દ ન્યુઝ, વલસાડ 

    વલસાડ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે વિવિધ ઘટકો જેવા કે, (૧) બહુસ્તરીય પધ્ધતીથી ફ્ળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (૨) રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહીત કરવાનો કાર્યક્રમ તથા (૩) ફ્ળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ વગેરે માટે તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ઉપરોક્ત યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ Ikhedut Portal 2.0 (web site:www.ikhedut.gujarat.gov.in). અરજી કરવાની રહેશે, તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના થશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડનો સંપર્ક (ફોન નં. ૦૨૬૩૨- ૨૪૩૧૮૩) કરવાનો રહેશે એવુ નાયબ બાગાયત નિયામક, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે. 

Related posts

Leave a Comment