હિન્દ ન્યુઝ, ધરમપુર
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારી ના માર્ગદર્શન હેઠળ તથા આઇ. સી. ડી. એસ. શાખા વલસાડના માધ્યમથી કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા સંબંધિત પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૭/૦૫/૨૦૨૬ને બુધવારે ધરમપુર ખાતે આવેલી આંગણવાડીમાં મમતા દિવસને અનુલક્ષીને કાનુરબરડા-૨ ખાતે આવેલી આંગણવાડીમાં કુપોષિત બાળકની જરૂરી તપાસ કરવામાં આવી હતી. વધુમાં આયુષ ગ્રામ અંતર્ગત ભાભા નિશાળ ફળિયું તથા મંદિર ફળીયાના કુપોષિત બાળકોની તપાસ કરી તેઓને હોમિયોપેથીક દવા આપવામાં આવી હતી. આંગણવાડી ખાતે બાળકોને અમૃતપેય આલ્ફાલ્ફાનાં ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આગામી તા. ૨૧ જૂને યોજનારા ૧૨ માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે પેમ્ફલેટ વિતરણ કરી તેની મહત્તા સમજાવવામાં આવી હતી.
