રાણપુર ઔધોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) ખાતે વિવિધ કોર્ષ માટે પ્રવેશ પ્રકિયા શરુ

હિન્દ ન્યુઝ, બોટાદ 

   બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) પ્રવેશ સત્ર-૨૦૨૬ અંતર્ગત વિવિધ ટ્રેડ ફિટર, વાયરમેન, વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટરો એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), મેકેનીક ડિઝલ અને વેલ્ડર સહિતના કોર્ષ માટે ઓનલાઈન એડમીશન પ્રક્રિયા શરુ કરવામાં આવી રહી છે. 

      આ ઓનલાઈન એડમીશન પક્રિયા https://itiadmission.gujarat.gov.in પોર્ટલ પર તા.૧૪/૦૫/૨૦૨૬થી શરૂ થશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન ભરી આપવામાં આવશે. આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોને પ્રવેશ પ્રક્રિયા સબંધિત માહીતી માટે આઈ.ટી.આઈ., પાળીયાદ રોડ, ગિરનારી આશ્રમ નર્સરી, રાણપુર, જિલ્લો બોટાદ ખાતે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment