સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ પેટા ચૂંટણીઓ-૨૦૨૬ બોટાદ જિલ્લો

હિન્દ ન્યુઝ, બોટાદ 

         રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ યોજવાનું જાહેર કરેલ છે. સદરહુ ચૂંટણી અન્વયે કેટલીક વ્યકિતઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વિસીસ (SMSs) અન્ય વ્યકિતઓને મોકલતા હોય છે. જેથી ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થાય તેવા શોર્ટ મેસેજ સર્વિસીસ (SMSs) તથા સોશીયલ મીડીયા પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. આથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ હુકમ અન્વયે મળેલી સત્તાની રૂઈએ આથી ફરમાવ્યું છે કે, ચૂંટણી અન્વયે કોઈ વ્યક્તિએ આદર્શ આચાર સંહિતાના ભંગ તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વિસીસ (SMSs) તથા સોશીયલ મીડીયાના માધ્યમથી સંદેશા અન્ય વ્યકિતઓને મોકલવા નહીં. 

         આ હુકમનું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયા તારીખથી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment