બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે I-Khedut પોર્ટલ ખુલ્લુ મૂકાયું

હિન્દ ન્યુઝ, 

     દાહોદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ ૯૫ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે વિવિધ ઘટકો જેવા કે શાકભાજી પાકો વાવેતર, ફળ પાક વાવેતર આંબા, ટીશ્યુ કેળ, ટીશ્યુ ખારેક, કમલમ, પપૈયા, નાળિયેરી, જામફળ, લીંબુ, દાડમ વગેરે, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર, સરગવાની ખેતી, દાંડી ફૂલો, કંદ ફૂલો, છુટા ફૂલો, પેકિંગ મટીરિયલ, કોપ કવર/ફ્રૂટ કવર, જૂના બગીચાનું નવીનીકરણ, સ્વરોજગારલક્ષી નર્સરી, બાગાયતી યાંત્રીકરણ માં મીની ટ્રેક્ટર જેવા વિવિધ ખેતી સાધનો, મહિલા વૃતિકા વગેરે માટે તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા.૨૬/૦૪/૨૦૨૬ સુધી આઈ ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.

    અત્રેના દાહોદ જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ I-khedut Portal 2.0 (web site: www.ikhedut.gujarat.gov.in)માં જણાવેલા સમય દરમ્યાન અરજી કરવાની રહેશે. વધુમાં જણાવવાનું કે, નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી થયેલ તેમજ નવી નોંધણી કરનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટીકેશન ફરજિયાત કરવાનું રહેશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ જિલ્લાનો સંપર્ક (ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૨૫૧) કરવાનો રહેશે એમ નાયબ બાગાયત નિયામક દાહોદ દ્વારા જણાવાયું છે.  

Related posts

Leave a Comment