કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ તથા સમગ્ર ડાંગ જિલ્લાનું ગૌરવ

હિન્દ ન્યુઝ, ડાંગ

    મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોટ્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ માય ભારત અને એનએસએસ દ્વારા રાજ્યકક્ષાએ “વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬” નું આયોજન તારીખ ૨૫-૨૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના ૧૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાના પણ કુલ પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કૃષિ મહાવિદ્યાલય, વઘઇની વિદ્યાર્થીની નિકિતા જે સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે આવી હતી તથા તેણીને હવે રાષ્ટ્રકક્ષાએ યોજનાર વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬ કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે.

આ વિદ્યાર્થીની તથા તેની સાથે રહેલા તમામ વિદ્યાર્થીઓએ ડાંગ જિલ્લાનું સમગ્ર ગુજરાતમાં નામ ઊંચું કર્યું છે સાથે જ નવસારી કૃષિ યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. આ વિદ્યાર્થીઓના માર્ગદર્શનમાં આચાર્યશ્રી ડૉ. અજય પી. પટેલ, એસઆરસી ચેરમેન ડૉ. પુષ્પેન્દ્રસિંઘ તથા એનએસએસ ઓફિસર ડૉ. ધ્રુવ પી. જોષી નો મોટો ફાળો રહેલો છે.

Related posts

Leave a Comment