પુજા હોબી સેન્ટર અને પોદર પ્રેપ અક્ષર માર્ગ દ્વારા ૩૫મો વાર્ષિકોત્સવ દાદા-દાદી, નાના-નાની, માતા-પિતા, ટીચર તથા બેસ્ટ સ્ટુડન્ટનું સન્માન, બેન-ભાઈઓનું સન્માન તથા એક એક થી ચડિયાતી ૧૬ કૃતિઓ ૩૦૦ થી વધારે બાળકો દ્વારા પ્રસ્તુત

હિન્દ ન્યુઝ, રાજકોટ

     પુજા હોબી સેન્ટર અને પોદર પ્રેપ અક્ષર માર્ગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૦૦ થી વધારે રા થી ૧૮ વર્ષ સુધીના બાળકો પરફોર્મન્સ રજૂ કરશે.

    આરતી, મોડેલિંગ, ફેન્સી ડ્રેસ જેમાં સેવ ધ ટ્રી, કહદુ તુમ્હે, મિતવા, સ્પોટર્સ થીમ, એક્રોબેટીકસ, સ્કેટિંગ, વંદે માતરમ્, મોબાઈલ થીમ, તાળી યોગા, થેન્ક્યુ ટીચર, ગોવિંદા રિમિક્સ, પાપા કી પરી તથા દ્વારિકા નો નાથ જેવી અનેક કૃતિઓ બાળકો રજૂ કરવાના છે.

    બાળકોના આંતરિક અને બાહ્ય વિકાસમાં મદદરૂપ થાય તેવા તમામ પર્સનાલિટી ડેવલોપમેન્ટના પાસાને ધ્યાનમાં રાખી બાળકો દ્વારા જ આ કૃતિઓ પસંદ કરવામાં આવી છે. આ બાળકો છેલ્લા એક મહિનાથી તમામ પર્ફોર્મન્સ ની તૈયારી કરી રહ્યા છે.

    રમતગમતનું મહત્વ પણ બાળકોના જીવનમાં ખૂબ ધરાવે છે. તે ધ્યાનમાં રાખી હોકી, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી થીમને અનુરૂપ બાળકો પરફોર્મન્સ કરશે. ટીચરનું મહત્વ જીવનમાં જરૂરી છે તે પણ બાળકો દ્વારા વ્યક્ત કરવામાં આવશે. નાની નાની દીકરીઓ ક્લાસિકલ ડાન્સ અને પપ્પાની પરી જેવી કૃતિઓ રજુ કરશે. તાળી પાડવાના ફાયદા ઘણા છે તે પણ તાળી યોગાની કૃતિ બાળકો રજૂ કરશે, મોબાઈલ નો દુરુપયોગ અને ઝાડ નું મહત્વ જીવનમાં કેટલું જરૂરી છે તે બાળકો કૃતિ દ્વારા રજુ કરશે, જીમ્નાસ્ટિક, યોગા અને હુલ્લાહુ૫ની કૃતિ રજૂ કરશે. દ્વારિકાનો નાથ મોટો રાજા રણછોડ છે ની કૃતિ સ્ટેજ પર એક સાથે ૨૫૦ થી વધારે બાળકો રજૂ કરશે.

     આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન બેસ્ટ દાદા-દાદી, નાના-નાની, મમ્મી-પપ્પા, ટીચર્સ, વેન ભાઈઓ તથા નેશનલ ઈન્ટરનેશનલ લેવલે સ્કેટિંગ, ડાન્સિંગ, જિમ્નાસ્ટિક, યોગા, ડ્રોઈગમાં વિજેતા બાળકોનું સન્માન કરવામાં આવશે.

     ત્રણ કલાકના આ અતિ સુંદર અને ભવ્ય પ્રોગ્રામોમાં રાજકોટના મહાનુભાવો તથા વાલીઓ ઉપસ્થિત રહેશે. ૨૧ થી વધારે કમિટી મેમ્બર્સ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. બાન લેબ્સ પરિવારના શ્રી મૌલેશભાઈ ઉકાણી, યુ ટર્ન ઓપ્ટિકલ ઉમેશભાઈ શેઠ, પ્રાગટય ગ્રુપના દિવ્યેનભાઈ રાયઠઠા, અમારા પુજનીય શ્રી રશ્મિબેન અઢિયા નો સહયોગ મળેલ છે.

     આ પ્રોગ્રામની વિશેષતા એ છે કે બાળકના જીવનમાં તમામ સંસ્કાર શ્રેષ્ઠ તથા હેલ્ધી ફૂડને અનુરૂ૫ બધા પરફોર્મન્સ તૈયાર કર્યા છે જેથી બાળકો આ તમામ પાસા જીવનમાં ઉતારી શકે.

     બે વર્ષ થી ૧૮ વર્ષ સુધીના આ બાળકોએ સ્ટેજ પર ઉચ્ચ કક્ષાની કળાને રજૂ કરી સ્ટેજ પર પોતાની પ્રતિભા દેખાડે છે.

     પુજા હોબી સેન્ટર અને પોદર પ્રેપ અક્ષર માર્ગ દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી બાળકોને સ્ટેજ પૂરું પાડવામાં આવે છે જેથી બાળકો સમૂહમાં સ્ટેજ પર આત્મવિશ્વાસથી માતા-પિતા તથા પ્રેક્ષકો સમક્ષ પોતાનું કૌશલ્ય બતાવી શકે.

     ૧૮ થી વધારે દેશોમાં પુજા હોબી સેન્ટરના બાળકો પોતાની પ્રતિભા બતાવી ચૂક્યા છે તથા ભારત દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ઉપરાંત દેશના ૧૮ થી વધારે રાજ્યોમાં બાળકો સ્કેટિંગ, ડાન્સિંગ, જિમનાસ્ટિક, યોગા, ડ્રોઈંગ તથા નાટ્ય ક્ષેત્રે અનેરી ઓળખ મેળવેલ છે.

     પોદાર સ્કૂલના બાળકોને નાનપણથી જ પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્ટોરી ટેલિંગ તથા અનેક શારીરિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. બાળકો તમામ તહેવારો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવે છે.


બેસ્ટ ગ્રાન્ડ ફાધરકિશોરભાઈ જોષી –દિપકભાઈ ટાંક -રમેશભાઈ


બેસ્ટ ફાધરઃ- મલય પારેખ- વિજય ગેહાણી— મીલાપ કુંડલીયા-પાર્થ સારથી પરીદા


બેસ્ટ મધરઃ- અંકિતા ઉદ્દેશી – વિશ્વા પાબારી-રાજેશ્વરી સરવૈયા – નીધિ કુંડલીયા – કીર્તીબેન દોશી કીંજલ વોરા – સોનલ વોરા – ઉર્વિશા ચોવટીયા—શ્વેતા ગજેરા


બેસ્ટ ટીચર:- મહેક પઢીયાર – હીનાબેન પટ્ટની


બેસ્ટ સ્ટડન્ટ ઓફ ધ યરઃ- ફલક પારેખ — દર્શીતા જાની – શીખા પાબારી-આહના ગેહાની – મિસ્ટી ગેહાની – ચાર્મી ઉદ્દેશી-દ્વિતી પારેખ – વામીકા રાણપરા – ક્રીસીવ સરવૈયા – મીહાન સરવૈયા ધ્યાંશ કુંડલીયા – વત્સ કુંડલીયા – શીવમ પંડયા નક્શ સોજીત્રા – પ્રિયાંશી વોરા – અંશ ટાંક ભાગ્યશ્રી પરીદા – મૈત્રી વાઘમશી – વ્યોમા પાબારી – હર્ષિલ મલ્કાન – ત્વીશા લીંબડ


બેસ્ટ પરર્ફોમન્સ ઈન સ્કેટીંગ ડાન્સ ફોર રીયાલીટી શો:- મીતાંશ સરવૈયા (પોદાર પ્રેપ અક્ષર માર્ગ)


બેસ્ટ પરર્ફોમન્સ ઈન ઓપન સૌરાષ્ટ્ર જીમ્નાસ્ટીક ચેમ્પીયનશીપ-૨૦૨૬:- (પોદાર પ્રેપ અક્ષર માર્ગ) હીદય જોશી (પોદાર પ્રેપ)આ તબક્કે સ્ટેજ પર રાજકોટના મહાનુભાવોની હાજરીમાં મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવશે. તમામ પાર્ટીસીપેટ બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવશે.

     ઉપરોક્ત પ્રોગ્રામને સફળ બનાવવા માટે પુજા હોબી સેન્ટર તથા પોદાર પ્રેપ અક્ષર માર્ગના તમામ કમિટી મેમ્બર દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.



: ખાસ નોંધ :

આ સાથે ઈન્વીટેશન કાર્ડ સામેલ છે.

Related posts

Leave a Comment