હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ)
આજ રોજ મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રીરામ નાં જન્મોત્સવ ને વધાવવા ભારતભર માં ઠેર ઠેર શોભાયાત્રા સહિત મહા આરતી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં નિકાવા ગામે પણ સમસ્ત ગ્રામજનો દ્રારા હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીરામનાં જન્મોત્સવને લઈને નિકાવા ગામે મેઈન બજારમાં આવેલ ભગવાન શ્રીરામજી મંદિરે ખાસ મહા આરતીનું આયોજન કરવામાં આવેલ. જેમા નિકાવાના ભક્તગણો મોટી સંખ્યામાં જોડાયા અને ભગવાન શ્રીરામજી ની મહા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી તેમજ “જય શ્રીરામ” નાં જયઘોષથી વાતાવરણ ભક્તિમયી બની ગયુ હતું. અંતે તમામ ભક્તોએ શ્રીરામજી નાં દર્શન કરીને પ્રસાદી લઈને છુટ્ટા પડ્યા હતા.
રિપોર્ટ : ભોજાભાઈ વી.ટોયટા
