વઘઇ કિલાદ કેમ્પ ખાતે સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઈ ઘોરણ- ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તેમજ પ્રકૃતિ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, ડાંગ 

    તારીખ ૨૩ માર્ચ ૨૦૨૬ ના રોજ વઘઈ કિલાદ ખાતે ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતામાં સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઈના ઘોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન તેમજ પ્રકૃતિ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન આપવા સાથે પ્રકૃતિ સાથે જોડાવાનો અનુભવ કરાવવા માટેનો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી ક્ષેત્રો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. સાથે જ વિદ્યાર્થીઓના રસ તથા ક્ષમતાને આધારે યોગ્ય દિશામાં આગળ વધવા પ્રેરણા આપવામાં આવી હતી. પર્યાવરણ તજજ્ઞ પ્રણવભાઈ અને રામાભાઈ દ્વારા વિવિધ પ્રાણીઓની ઉત્ક્રાંતિ તથા વિવિધ પ્રાણીઓના પ્રકારની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વાઈલ્ડ લાઈફ વેલ્ફેર નવસારી તરફથી આવેલ હેમલ મહેતા એ ડાંગ જિલ્લા અને બીજા જિલ્લાઓમાં જોવા મળતા વિવિધ ઝેરી બિન ઝેરી સાપની વિવિધ પ્રજાતિઓ વિશે માહિતી આપી અને સર્પ દંશ ની સ્થિતિમાં રાખવાની કાળજી વિશે માહિતી આપી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય કેતનભાઈ સહીત શાળાના શિક્ષકોનો સહયોગ રહ્યો હતો.

Related posts

Leave a Comment