હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગરબાડા આઈ. સી. ડી. એસ. કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ તથા જાગૃતિ સંદર્ભે ગરબાડા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ગરબાડા ઘટક ૧ અને ૨ ના તમામ આંગણવાડી બહેનોની પોષણ સંગમ તાલીમ યોજાઈ હતી.
સીડીપીઓ મુખ્યસેવીકા બેનો, NNM, BNM, ડિસમું સ્ટાફ દ્વારા કાર્યકર ને પોષણ સંગમ કાર્યક્રમની તાલીમ આપવામાં આવી. તાલીમ દરમિયાન ટેસ્ટના જવાબ સાથે રિફ્રેશર તાલીમ આપવામાં આવી હતી.
આજરોજ પોષણ સંગમ અંતર્ગતના આઈઇસી મટીરીયલ અને કાર્ડ વિશે આંગણવાડી કાર્યકર બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.પોષણ સંગમ અંતર્ગત નોંધાયેલા wasted સેમ મેમ બાળકોના કાર્ડ ની માહિતી આપવામાં આવી.બાળકોની આરોગ્ય તપાસણી થાય અને તે અંગેની નોંધણીની કામગીરી આંગણવાડી કેન્દ્ર કક્ષાએ કરવામાં માટે દરેક આંગણવાડી કાર્યકર બહેનોને સમજ આપવામાં આવી હતી.

