વલસાડના વાંકલમાં ૩૧ ફૂટ ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના દર્શને ભક્તો ઉમટ્યા

હિન્દ ન્યુઝ, વલસાડ

     ક્યાંક દીવાલો પર ડમરું સાથેના મહાદેવ અન્ય દેવ-દેવતાના ચિત્રો,રસ્તાની બંને બાજુ પ્રગટેલા ધુણા પર ભભૂતી લગાવી શિવનું નામ જપતા બ્રાહ્મણો અને હરિહરના નાદ સાથે જલારામ બાપાની તસવીર સામે ચાલતી ભોજનની અવિરત સેવામાં રુદ્રાક્ષ શિવલિંગ વધુ ઘેરુ બની રહ્યું હતું.

મહાશિવરાત્રિએ વિશેષ યજ્ઞ-પૂજાનું આયોજન કરાયું

     ૩૧ ફૂટ ઊંચા અને ૩૧ લાખ રુદ્રાક્ષથી બનેલા શિવલિંગમાં ૧૦૮ કુંવારીકાઓનું પૂજન,૨૫ થી વધુ બોટલ રક્ત ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના સહયોગથી આઈ કેમ્પમાં ૨૦૦થી વધુ લાભાર્થીઓને વિના મૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા.

     ૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂકેલા નવ દિવસના શિવરાત્રી મહોત્સવને મિની કુંભ તરીકે ઉજવવાનો હોય એમ શિવ મહોત્સવ સમિતિએ ક્યાંય કચાશ રહેવા દીધી ન હતી, જેમકે રુદ્રાક્ષ ધામના દરવાજાથી જ ઠેર ઠેર કમાન અને તોરણ બાંધવામાં આવ્યા હતા. શણગારેલા પ્રવેશદ્વારો ભાવિકોનું સ્વાગત કરતું હતું. 

      શિવ સ્તુતિ અને ચિત્રોથી સતત ભક્તિમય વાતાવરણ અનુભવાય એવા ૩૧ ફૂટ ઊંચા અને ૩૧ લાખ રુદ્રાક્ષથી શોભતું હતું. રુદ્રાક્ષધામમાં વૃક્ષોને શણગારી સનાતનમય બનાવ્યા હતા.નિયોન લાઈટ્સ,પાર લાઇટ્સ પણ ભાવિકોને મંત્રમુગ્ધ કરી રહી હતી.ઠેર ઠેર મહાદેવની પ્રતિમા,હોડિગ્સ અને થ્રી -ડી ચિત્રો જોવા લોકોના ટોળેટોળાં ઊમટયા હતા. 

    આ મહોત્સવમાં પરંપરાગત રીતે મુખ્ય બે આકર્ષણ હતા, જેમાં દરરોજ સવારે ૮:૩૦ થી રાત્રે ૮:૦૦ કલાક રુદ્રાક્ષ મહાશિવલિંગ દર્શન – અભિષેક અને પૂજ્ય બટુકભાઈ વ્યાસ નાં મુખે દરરોજ બપોરે ત્રણ થી છ કલાક શિવ કથા.આ બંને પ્રસંગોને વધુ ભક્તિમય અને આયોજનબદ્ધ કરવા સમિતિએ આગોતરી કામગીરી આદરી હતી. 

     ક્યાંક દિવાલ પર ડમરું સાથેના મહાદેવ અન્ય દેવ – દેવતાના ચિત્રો, રસ્તાની બંને બાજુ પ્રગટેલા ધૂણા પર ભભૂતી લગાવી શિવનું નામ જપતા બ્રાહ્મણો અને હરિ હરના નાદ સાથે જલારામ બાપાની તસવીર સામે ચાલતી ભોજનની અવિરત સેવામાં રુદ્રાક્ષ શિવલિંગ વધુ ઘેરુ બની રહ્યું હતું. 

     બપોરે અને સાંજે ચાલતા અન્નક્ષેત્રમાં પાણી તથા સ્વચ્છતાની પૂરતી વ્યવસ્થા કરાઈ હતી. આ અન્નક્ષેત્રનો ભક્તો,વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહાનુભાવો, શિક્ષણવિદ્,સાહિત્યકારો અને પત્રકારોએ લાભ લીધો હતો. 

      યજ્ઞ- યજ્ઞદિથી સનાતન પરંપરાની ભાવના ઉજાગર થતી હોવાથી મહોત્સવના મધ્ય ચોકમાં‌૧૧ થી વધુ ધૂણા ખાસ બનાવી એના ઉપર ૨૧ બ્રાહ્મણો અગ્નિ પ્રજવલિત કરાયા બાદ ભસ્મસ્નાન સાથે તપ કરતાં બ્રાહ્મણોનાં ભાવિકો દર્શન કરી શકે, વૈદિક મંત્રનું શ્રવણ કરી શકાય તેવું આયોજન કરાયું હતું. 

     મહોત્સવના પ્રથમ દિવસે યોજાયેલી ડબરુ યાત્રામાં વિવિધ સમાજની દીકરીઓને કળશ સાથે સાધુ- સંતોને હરખભેર આવકાર્યા તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. મહોત્સવ સ્થાનિક ભજનો ઉપરાંત કેરવેલગૃપ વલસાડ નાં નામાંકિત ગાયકો સુરીલા ભજનો દ્વારા મહોત્સવને ભવ્ય બનાવ્યો હતો. 

     મહોત્સવ અંતર્ગત ધાર્મિક સાથે સામાજિક સેવાકીય કાર્યક્રમો પણ ભવ્ય રીતે યોજાયા હતા.૧૦૮ કુંવારીકાઓનું પૂજન સંપન્ન થયું હતું. સાથે સાથે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૨૫થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.ઉપરાંત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનાં સહયોગથી આયોજિત આઈ કેમ્પમાં ૨૦૦ થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા, જેને ભક્તો અને સ્થાનિકોમાંથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.

     મહાશિવરાત્રિ મહોત્સવ ૨૦૨૬ની ઉજવણી દરમિયાન ચાલી રહેલી શિવકથા રવિવાર ૧૫મી ફેબ્રુઆરીએ વિરામ લીધો, એ જ રાત્રિએ રાત્રિ દરમિયાન મહાશિવરાત્રિ રાત્રિ પૂજા અનુષ્ઠાન આખી રાત ચાલ્યો. મહાશિવરાત્રિ નિમિતે રુદ્રાક્ષ શિવલિંગનું વિશેષ મહત્વ છે અને દુલસાડ ખાતે નિર્મિત ૩૧ ફૂટ ઊંચા અને ૩૧ લાખ રૂદ્રાક્ષથી બનેલા વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના દર્શનનો લાભ લેવા ભક્તોનું પૂર ઉમટી પડ્યુ હતું.એ પછી આ શિવલિંગના દર્શન બંધ થયા છે.  

    રુદ્રાક્ષ વિશેષજ્ઞ પૂજ્ય બટુકભાઈ અને ભાગવતાચાર્ય પૂજ્ય પંકજભાઈ વ્યાસે મહાશિવરાત્રિના પાવન અવસરે આશિર્વાદ આપ્યા હતા‌. દર ચાર વર્ષે કુંભ યોજાય, દર બાર વર્ષે મહાકુંભ યોજાય તો સનાતનની આવી ભવ્ય પરંપરામાં શિવરાત્રી મેળો લઘુ કુંભ તરીકે યોજાય એવા શુભ વિચારો ભક્તોએ વ્યક્ત કર્યા હતા.

Related posts

Leave a Comment