હિન્દ ન્યુઝ, વલસાડ
સંત- શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા તથા શ્રી જલારામ માનવ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ, ધરમપુર આયોજિત તથા એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ – યુ.કે.તથા લાઇન્સ કલબ ઓફ કિંગ્સબરી- યુ.કે. સ્વ તુલસીદાસ ગોરધનદાસ કોટેચા- યુ.કે., સ્વ.મોહનલાલ અને વિજયાબેન કોટેચા – પોરબંદર, સ્વ અમૃતલાલ અને સુશીલાબેન રાડીયા -યુ.કે.ના સૌજન્યથી ૧૨૨ દિકરીઓનો વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ વલસાડના આંગણે યોજાયો હતો.
શિવરાત્રીના પાવન દિવસે મંગલવિધિ વડીલોની છત્રછાયામાં તથા સંતોના આશીર્વચનો સાથે આદિવાસી સંસ્કૃતિ મુજબ આચાર્ય વિદ્વાન ગુલાબભાઈ પટેલ, ધરમપુર તથા શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર -વલસાડ દ્વારા મંત્રોચ્ચાર કરી સમૂહલગ્નરૂપી સેવાયજ્ઞ યોજાયો હતો. જેમાં સંતોની ઉપસ્થિતિ પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ ભાગવતાચાર્ય -ધરમપુર, પરમ પૂજ્ય શ્રી શિવજી મહારાજ ભીડભંજન મહાદેવ મંદિર વલસાડ, પરમ પૂજ્ય શ્રી ભરતભાઈ વ્યાસ ધરમપુર, પરમ પૂજ્ય પંકજભાઈ વ્યાસ ધરમપુર, પરમ પૂજ્ય બટુકભાઈ વ્યાસ શિવકથાકાર ધરમપુર, પરમ પૂજ્ય વિજ્ઞાન સ્વામી મોટાપોંઢા,પરમ પૂજ્ય શ્રીદેવ સ્વામી સ્વામિનારાયણ સંસ્થા વલસાડ, પરમ પૂજ્ય હેતલ દીદી વાસુણા એ પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
આ સાથે જ ત્રિવેણી કાર્યક્રમ પણ યોજાયો હતો.જેમકે ટિફિન સેવા રથ અનાવરણ, મંદિર નિર્માણ તથા મૂર્તિ પ્રેમ પ્રતિષ્ઠા, ધોરણ,તા. કપરાડા જિ. વલસાડ. ગિરનારા તા.કપરાડા અને રૂઈપાડા, ધરમપુરમાં કરવામાં આવી હતી.
સમુહ લગ્નમાં ખોબે ખોબા ભરી દાન આપનાર દાતાઓ તથા આમંત્રણને માન આપી પધારનાર પ્રગતિશીલ દંપતિઓનું તથા તેઓના વાલીઓનું, પોતાનું કર્તવ્ય સમજીને તન-મન-ધનથી સેવા આપનાર દરેક વ્યક્તિઓ, સંસ્થાઓ, સમિતિઓ માનવ ઉત્કર્ષ તથા સમાજની જરૂરિયાતના કાર્યોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર તમામનો આયોજક શ્રી જલારામ માનવ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ, ધરમપુર શ્રીમતી પ્રજ્ઞાબેન ગોવિંદભાઈ રાજા – શ્રી વિનુભાઈ કોટેચા અને ટ્રસ્ટીગણો તથા કમિટી સભ્યો એ આભાર વ્યક્ત કર્યો હતો.
