હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ રાતડીયા ગામ ખાતે કૃષિ સખી સવાયા ઉષાબેનએ અન્ય ખેડૂત બહેનોને કુદરતી ખાતર કઈ રીતે બનાવવું એ અંગે પ્રેક્ટીકલ થકી તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી. આ દરમ્યાન ઉષાબેનએ સૌ ખેડૂત બહેનોને મુંઝવતા પ્રશ્નોના જવાબ આપી પ્રાકૃતિક ખેતી થકી થતા ફાયદાઓ તેમજ રાસાયણિક ખાતર-બિયારણ-દવા થકી જમીન, અનાજ, શાકભાજી, ફળો થકી મનુષ્યોને કઈ રીતે નુકસાન કારક છે એ અંગે સમજણ આપી હતી.
