ડાંગ જિલ્લામાં તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ”

હિન્દ ન્યુઝ, ડાંગ

    મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૪/૨/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા થી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા યોજવામાં આવનાર છે.

નિયત કાર્યક્રમ મુજબ આહવા તાલુકાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી, આહવાના સભાખંડમાં જિલ્લા પુરવઠા અધિકારી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, વઘઇ તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-વઘઇ ખાતે પ્રાંત અધિકારી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, અને સુબીર તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-સુબીર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને યોજાશે.

જેથી તાલુકાની જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.૧૦/૨/૨૦૨૬ સુધીમા સંબંધિત કચેરીઓને બારોબાર મોકલી, તેની એક નકલ સંબંધિત મામલતદાર, આહવા/વઘઇ/સુબીર ને મોકલી આપવા જણાવાયુ છે.

ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, તથા નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમા લક્ષમા લેવામા આવશે નહી. જેની પણ અરજદારોને નોંધ લેવા અનુરોધ કરાયો છે. અરજદારોએ એક જ પ્રશ્ન, સંપૂર્ણ વિગતો સાથે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમા રજૂ કરવાનો રહેશે. રજૂ કરવામા આવનાર પ્રશ્નોના કવર ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૨/૨૦૨૬” એમ અચૂક લખવા પણ જણાવાયુ છે. ઉપરાંત ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારને ઉક્ત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા પણ એક અખબારી યાદી દ્વારા જણાવાયુ છે.

Related posts

Leave a Comment