વડોદરાના બે પરિવારો માટે રાજ્યપાલએ મોકલી સ્મૃતિ ભેટ 

હિન્દ ન્યુઝ, વડોદરા

     વડોદરા જિલ્લાના બે ગામોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરાયેલા રાત્રીરોકાણ દરમિયાન તેમના યજમાન બનેલા પરિવારો માટે લોકભવન તરફની સ્મૃતિ તસવીર મોકલવામાં આવી હતી. આ તસવીરોને કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બન્ને પરિવારોને ભેટ સ્વરૂપ આપવામાં આવી છે. 

આ બંને કાર્યક્રમો પૂર્ણ થયા બાદ રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી અપનાવતા વડોદરા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ચંદુભાઇ ગિરધરભાઇ રોહિત અને કનુભાઇ પરાગભાઇ પરમારના નિવાસસ્થાને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી પ્રીતિભોજનમાં સહભાગી બની આત્મીયતા વ્યક્ત કરી હતી. રાજ્યપાલની આ મુલાકાતથી બંને પરિવારોમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી હતી.

આ પ્રસંગોની સ્મૃતિરૂપે લોકભવન દ્વારા તૈયાર કરાયેલ ડિજિટલ ફોટો ફ્રેમ બંને ખેડૂત પરિવારોને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. કલેક્ટર ડો. અનિલ ધામેલિયા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાના હસ્તે આ ડિજિટલ ફોટો ફ્રેમ ચંદુભાઇ ગિરધરભાઇ રોહિત અને કનુભાઇ પરાગભાઇ પરમારને એનાયત કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment