હવે મનરેગા યોજના નવા સ્વરૂપે: ‘વિકસિત ભારત: ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)-૨૦૨૫’ નવા કાયદાની રાજ્યવાપી અમલવારી

હિન્દ ન્યુઝ, સુરત 

    કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને નવા સ્વરૂપે ‘વિકસિત ભારત: ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) -૨૦૨૫’ નવા કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદામાં ગ્રામીણ પરિવારોમાંથી કામ કરવા ઇચ્છુક અકુશળ શ્રમિકોને એક વર્ષમાં ૧૨૫ દિવસની ગામમાં જ રોજગારી આપવાની બાહેંધરી આપવામાં આવે છે, જો રોજગારી ન મળી શકે તો બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ કાયદા થકી ગ્રામીણ વિસ્તારની જળસુરક્ષા, માળખાકીય સુવિધા, આજીવિકા સંબંધિત માળખાગત સુવિધાઓ, ભારે હવામાનને પહોંચી વળવા માટેની સુવિધા જેવા કામો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ‘વિકસિત ભારત- ૨૦૪૭’ ના સંકલ્પને પૂર્ણ કરવા આધુનિક માળખું તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તા.૦૧ ફેબ્રુઆરી થી ૧૪ માર્ચ દરમ્યાન લોકોને VB-G RAM G કાયદા વિષેજાગૃત્ત કરશે. જેમાં છ સાપ્તાહિક આયોજનો છે. ચોપાલ/ગ્રામસભા/વોર્ડસભા યોજી તેમજ પદાધિકારી-અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંવાદ યોજી તેમના થકી કાયદાની સમજ અપાશે. સોશ્યલ મીડિયામાં પ્રસાર-પ્રસાર, પેમ્પલેટ વિતરણ, બેનર, હોર્ડિંગ, વોલપેન્ટિંગ દ્વારા જનજાગૃતિ ફેલાવાશે. શાળાઓમાં વકતૃત્વ સ્પર્ધા, ચિત્રકામ સ્પર્ધા, મનરેગા યોજનામાં ૧૦૦ દિવસ પૂર્ણ કરનાર પરિવારોને સન્માનિત કરાશે એમ અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment