હિન્દ ન્યુઝ, સુરત
અમેરિકા દ્વારા ટેરિફમાં ઘટાડા (50થી 18% કરતા) થી સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીના નવા દ્વાર ખુલશે. હીરા ઉદ્યોગને નવા ઓર્ડર મળશે, જેથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે.
ટેરિફમાં ઘટાડો થતાં હીરા ઉદ્યોગમાં રોકાણ અને નિકાસ વધશે, જે રાષ્ટ્રીય સ્તરે દેશના અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરશે: સુરત ડાયમંડ એસો.ના સેક્રેટરી ધીરૂભાઈ સવાણી
ટેરિફ 50%થી ઘટીને 18% થતા CVD અને HPHT ડાયમંડ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો સર્જાશે: શાંતિભાઈ ધાનાણી (ખજાનચી, ડાયમંડ એસોસિએશન)
ટેરિફ કટથી હીરાની નિકાસ વધવાની સાથે હીરા ઉદ્યોગનું ભવિષ્ય પણ સુરક્ષિત થયું; ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે અને લાંબાગાળે મોટો આર્થિક ફાયદો થશે.
