હિન્દ ન્યુઝ, માંડવી
“સ્વસ્થ શરીરમાં વસે સ્વસ્થ મન” સંદેશ સાથે રમત ઉત્સવ નું આયોજન માંડવી તાલુકા ની કચ્છ બાડા જૈન મિત્ર મંડળ સંચાલિત વિદ્યાભવન બાડા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ હતું.
શાળામાં અભ્યાસ કરતા બાલ વાટીકા થી લઈને ધોરણ આઠ સુધીના બાળકો વચ્ચે વિવિધ રમતો ઉત્સવની હરીફાઈઓ લાંબી કૂદ,ઊંચીકૂદ,ગોળા ફેંક, રસ્સાખેંચ, સંગીત ખુરશી કોથરા દોડ વગેરે રમતો યોજવામાં આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર સાથે ભાગ લીધેલ અને ત્યારબાદ વિજેતા બાળકોને પ્રથમ,દ્વિતીય અને તૃતીય મેડલ થતા ટ્રોફી ઇનામ માં આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમ શાળાના નિયામક શિલ્પાબેન ધરોડ ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે અબડાસા તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારી સતાર મારા, શાળાના SMC અધ્યક્ષ રાજેશ ગઢવી, શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ હાજર હતા તથા શાળા સ્ટાફગણ દ્વારા કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા કરવામાં આવેલ હતું

