જંગલમાં આવેલ છેવાડાના નાના ગામ સુધી પણ રોડ-રસ્તાની સગવડો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ગીર સોમનાથના તાલાલા તાલુકામાં જશાપુરથી અમૃતવેલ ગામને જોડતા 3.6 કિલોમીટરના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયુ. નવા રસ્તાની કામગીરીની સાથે પ્રોટેક્શન વૉલ તથા જર્જરિત કૉઝવેની જગ્યાએ નવા કૉઝવેનું કામ પણ આવરી લેવામાં આવ્યું.

    2.17 કરોડના ખર્ચે બનનારો આ રસ્તો વનવિભાગ અંતર્ગત આવતા અંતરિયાળ ગામના લોકોની સુખાકારીમાં વધારો કરશે એવું વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Related posts

Leave a Comment