હિન્દ ન્યુઝ, નર્મદા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના દેવમોગરા ધામ ખાતે યાહા મોગી પાંડોરી માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આદિવાસી પરંપરાગત વિધિ મુજબ વડાપ્રધાનએ હિજારી પૂજન કરી દેવમોગરા માતાજીને ઘરેણાં, ચાંદીની ચેન સહિતનો સંપૂર્ણ શણગાર અર્પણ કર્યો.
સાતપુડાની ગિરિકંદરાઓની મનોહર પ્રકૃતિમાં સ્થિત આ આધ્યાત્મિક ધામ માત્ર મંદિર નહીં, પરંતુ આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક ધરોહરનું જીવંત પ્રતીક છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાનના આદિજાતિ ભક્તો માતાજીને પોતાના કુળદેવી રૂપે પૂજે છે.
