હિન્દ ન્યુઝ, વડોદરા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બાળકો પ્રત્યેના પ્રેમ અને ઋજુતાનાં આજે વડોદરાના નગરજનોને ફરી દર્શન થયા હતા.
મુખ્યમંત્રી પોતાના સ્વાગત માટે આવેલ દિવ્યાંગ બાળકોમાંથી એક પ્રજ્ઞાચક્ષુ છાત્રા દ્વારા જાતે દોરેલા મુખ્યમંત્રીના પેન્સિલ સ્કેચની ફ્રેમ જોઇ પ્રભાવિત થયા હતા અને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સુંદર ચિત્રકામ કરી શકતી હોવા બદલ સરાહના કરી હતી.
મુખ્યમંત્રી સમક્ષ છાત્રાએ સ્ટેજ પરથી બે શબ્દો કહેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે તુરંત એ છાત્રાની લાગણીને સમજીને તાત્કાલિક એક માઇક સ્ટેજ ઉપર મંગાવીને બાળકીને પોતાની વાત કહેવા માટે આપ્યું હતું તેમજ તેની વાત હેતપૂર્ણ રીતે સાંભળીને પોતાની સાલસતા અને બાળકો પ્રત્યેના પ્રેમનો સૌને પરિચય કરાવ્યો હતો.
